વાવાઝોડાના કારણે 13 કરોડના ખર્ચે બનેલો પુલ થઇ ગયો ધરાશાયી, પ્રસાશનની ખુલી પોલ, આ પહેલા પણ આજ કોન્ટ્રાક્ટરનો એક પુલ તૂટ્યો હતો

યાસ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે તબાહી જોવા મળી. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી. ત્યારે ઝારખંડની રાજધાની રાંચીની કોચી નદી ઉપર બનાવવામાં આવેલો એક નવનિર્મિત પુલ પણ તૂટી ગયો હોવાની ઘટના સામે આવી હતી. 13 કરોડના ખર્ચમાં બનાવવામાં આવેલા હારાડીહ-બુઢાડીહ પુલ ગુરુવારે સવારે 4.30 કલાકે ધરાશાયી થઇ ગયો. સ્થાનિક લોકો દ્વારા હવે રેતી ખનન અને પ્રસાશન દ્વારા ઢીલાઈનો આરોપ લગાવવા આવી રહ્યો છે.

આ પુલના બીજા પિલર પણ કમજોર પડી ગયેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેને તાત્કાલિક સરખા કરવાની જરૂર છે. નહિ તો આખો પુલ ધરાશાયી થઇ શકે છે. અવૈધ રેતી ખનનના કારણે ઝારખંડમાં ધરાશાયી થયેલો આ ત્રીજો પુલ છે. આ ઘટના રાંચીના તામાર વિસ્તારમાં બની. યાસ વાવાઝોડાના કારણે ઝડપી પવન અને તેના બાદ તેજ વરસાદના કારણે કમજોર સંરચના ધરાશાયી થઇ ગઈ.

સ્થાનિક લોકોનું કહેવું છે કે 600 મીટર લાંબા આ પુલના નિર્માણની અંદર ઘણી જ અનિયમિતતા કરવામાં આવી હતી. અને મજબૂતીનું ધ્યાન રાખ્યા વગર જ દલદલમાં જ આ પુલના પિલર ઉભા કરી દેવામાં આવ્યા હતા. પાયો મજબૂત ના હોવાના કારણે આ પુલ યાસ વાવાઝોડાનો સામનો ના કરી શક્યો અને તૂટી ગયો. પુલ તૂટવાના કારણે બંને તરફના ગામ લોકો ફસાઈને રહી ગયા છે.

સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છે કે પુલની આસપાસ નદીમાં ઘણું જ મોટા પ્રમાણમાં અવૈધ રેતી ખનન કરવામાં આવે છે. રેતી તસ્કરો નદીના પુલની આસપાસ જેસીબી દ્વારા રેતી ખનન કરે છે અને આજ પુલના તૂટવાનું મુખ્ય કારણ છે. ગામ લોકોનો આરોપ છે કે રીતે ખનન રોકવા માટે પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ કર્યવાહી કરવામાં નથી આવી. ગ્રામીણ લોકોએ જણાવ્યું કે આ પુલનું યોગ્ય રીતે ઉદ્ઘાટન પણ કરવામાં નહોતું આવ્યું.

સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છેક એ આ પુલને રાંચીના એ ઠેકેદાર રંજન સિંહ દ્વારા બનાવવામાં આવ્યો છે જેના દ્વારા આ પુલની થોડે જ દૂર આવેલો કાંચી નદી ઉપર બનાવવામાં આવેલો વધુ એક પુલ પણ બે વર્ષ પહેલા તૂટી ગયો હતો.

પુલ તૂટવાની ખબર સાંભળીને ઘટના સ્થળ ઉપર પહોંચેલા વિધાયક વિકાસ મુંડા દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે આના પહેલા પણ એક મોટો પુલ ધરાશાયી થયો હતો અને બંનેની કન્સ્ટ્રક્શન કંપની એક જ છે. આ મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસ કરીને અપરાધીઓ વિરુદ્ધ કડડ કાર્યવાહી થવી જોઈએ.  ત્યારે પ્રસાશન આ મામલામાં કંઈપણ બોલવાથી બચી રહી છે.

Niraj Patel