આરીફ બાદ હવે વધુ એક વ્યક્તિની સારસ સાથેની મિત્રતાનો વીડિયો થયો વાયરલ, શું હવે આની પર પણ થશે કેસ ?, જુઓ વીડિયો

વધુ એક વ્યક્તિએ કરી સારસ સાથે મિત્રતા, જ્યાં પણ જાય છે ત્યાં સારસ રહે છે સાથે, હવે આ અનોખી મિત્રતાનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ.. જુઓ

માણસ અને પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓની મિત્રતાની ઘણી બહી કહાનીઓ આપણી આસપાસ જોવા મળતી હોય છે. થોડા દિવસ પહેલા અમેઠીના રહેવાસી આરીફ અને સારસ વચ્ચેની મિત્રતા  ઘણી ચર્ચામાં રહી હતી. પરંતુ હવે તેમની મિત્રતા પર વન વિભાગનું ગ્રહણ લાગ્યું અને સારસ અને આરીફ બંને અલગ પણ થઇ ગયા છે.

ત્યારે આ દરમિયાન સારસ અને અન્ય વ્યક્તિ વચ્ચેની મિત્રતાનો વીડિયો સામે આવ્યો છે. આ વ્યક્તિ મૌના રામસમુજ યાદવ છે અને તેની મિત્રતા પણ સારસ સાથે છે. સારસ અને રામસમુઝ એકબીજા સાથે રમે છે. સાથે રહે છે. આ બંનેની મિત્રતાનો વીડિયો ન્યુઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

રામસમુજ યાદવે કહ્યું કે “મને આ સારસ ખેતરમાં મળ્યો હતો, જ્યાં મેં તેને એકવાર ખવડાવ્યું હતું.  ત્યારબાદ તે વારંવાર મારી પાસે આવવા લાગ્યો. તે ગામમાં મુક્તપણે ફરે છે અને મારી સાથે ખેતરમાં જ રહે છે.  આ બંનેનું બોન્ડિંગ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કારણ પણ બન્યું છે.  ન્યૂઝ એજન્સી અનુસાર વાયરલ થઈ રહેલો વીડિયો મૌ જિલ્લાનો છે.

મૌના રામસમુજ યાદવ પહેલા અમેઠીના આરિફ ખાનની સારસ સાથેની મિત્રતા ખૂબ ચર્ચામાં હતી. ગયા વર્ષે આરીફને ખેતરમાં આ સારસ ઘાયલ જોવા મળ્યો હતો. આરિફે તેની સારવાર કરાવી, ત્યારબાદ સારસ તેની સાથે ઘરે રહેવા લાગ્યો. આરિફ અને સારાના ઘણા વીડિયો વાયરલ થયા હતા.

Niraj Patel