કિયારા-સિદ્ધાર્થ નહિ પણ આ મોટી હસ્તીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા ફિલ્મી સ્ટાર્સ, તસવીરો આવી સામે

કિયારા-સિદ્ધાર્થ પછી વધુ એક મોટી હસ્તીની દીકરીએ કર્યા લગ્ન, આખું બૉલીવુડ ઉમટી પડ્યું- જુઓ ફોટા

આ દિવસોમાં બોલિવુડમાં લગ્નની શરણાઇઓ ગુંજી રહી છે. અથિયા શેટ્ટી-કેએલ રાહુલના લગ્ન બાદ બોલિવુડના લવ બર્ડ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે અને આ પછી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીની પુત્રી રવિના તૌરાની પણ પોતાના પ્રેમ અપૂર્વ કુમાર સાથે લગ્નના બંધમાં બંધાઇ છે. રમેશ તૌરાનીએ પુત્રીના લગ્ન પછી 7મી ફેબ્રુઆરી 2023ની રાત્રે સ્ટાર-સ્ટડેડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.

જેમાં આયુષ્માન ખુરાના, સુનીલ શેટ્ટી અને તેનો દીકરા અહાન શેટ્ટી, રિતેશ દેશમુખ, રવિના ટંડન, સોનાક્ષી સિંહા, શરવરી વાઘ અને હુમા તેમજ સોનાક્ષી સિન્હા સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. રવિના તૌરાનીના વેડિંગ રિસેપ્શનમાં પહોંચેલા તમામ સ્ટાર્સ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા. આયુષ્માન ખુરાના વિશે વાત કરીએ તો, તે સફેદ બ્લેઝર, સફેદ શર્ટ અને જેટ બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો.

આયુષ્માનના મોટા ગોગલ્સ રેટ્રો વાઇબ આપી રહ્યા હતા. અભિનેતા બ્લેક સ્નીકર્સ સાથે તેના દેખાવને પૂરક બનાવતો હોવાથી તે અદભૂત દેખાતો હતો. સુનીલ શેટ્ટી તેના પુત્ર અહાન શેટ્ટી સાથે ઓલ-બ્લેક લુકમાં પહોંચ્યો હતો. તેણે પોતાના દેખાવથી એક વાત સાબિત કરી દીધી કે તે હજુ પણ યુવા કલાકારોને સ્ટાઈલના મામલે ટક્કર આપી શકે છે. લોકપ્રિય સ્ટારે રિસેપ્શન માટે ઓલ-બ્લેક સૂટ અને ટ્રાઉઝર પસંદ કર્યા, જે તેમણે પારદર્શક સનગ્લાસ, બ્લેક શૂઝ અને સ્ટેટમેન્ટ ઘડિયાળ સાથે જોડી દીધા.

અહાન શેટ્ટીની વાત કરીએ તો, તેણે બ્લેક જેકેટ, મેચિંગ ટ્રાઉઝર અને સફેદ શર્ટ પહેર્યા હતો. ‘બંટી બબલી 2’ ફેમ અભિનેત્રી શરવરી વાઘ ઓફ-વ્હાઈટ મિરર વર્ક લહેંગામાં અદભૂત દેખાતી હતી. આ લુક સાથે તેણે સ્ટેટમેન્ટ ચોકર સેટ કેરી કર્યો હતો. આ ઉપરાંત રવિના ટંડન આ રિસેપ્શનમાં ગ્રીન અને ગોલ્ડન સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રવીનાએ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને બિંદી સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો.

રમેશ તૌરાનીની પુત્રીની સ્ટાર-સ્ટડેડ રિસેપ્શન પાર્ટીમાં લોકપ્રિય યુવા સનસનાટીભર્યા રોહિત સરાફ કાળા સૂટમાં સુંદર દેખાતો હતો, જેને તેણે મેચિંગ બો ટાઈ, સફેદ શર્ટ અને કાળા શૂઝ સાથે જોડી બનાવી હતી. સોનાક્ષી સિન્હા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ અને નજીકની મિત્ર હુમા કુરેશી સાથે પાર્ટીમાં પહોંચી હતી. સોનાક્ષીએ પાર્ટી માટે સ્ટાઇલિશ પ્રિન્ટેડ આઉટફિટ પસંદ કર્યો જ્યારે હુમા બ્લેક સાડીમાં હંમેશની જેમ અદભૂત દેખાતી હતી.

આ ઉપરાંત પાર્ટીમાં પદ્મિની કોલ્હાપુરે, કિરણ રાવ, અલવીરા ખાન, અતુલ અગ્નિહોત્રી, ઇલા અરુણ સહિત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે પુત્ર પ્રિયંક સાથે જ્યારે શશિ રંજન પત્ની અનુ રંજન સાથે રવિના તૌરાનીના રિસેપ્શનમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત સિંગર અલકા યાજ્ઞિક બ્રાઈટ રેડ સૂટમાં જોવા મળી હતી. આ પ્રસંગે સોફી ચૌધરી તેજસ્વી ગુલાબી સાડીમાં જોવા મળી હતી. આ પ્રસંગે ડિરેક્ટર કેન ઘોષ અને ફરદીન ખાન પણ જોવા મળ્યા હતા. બંનેએ સાથે મળીને ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા હતા.

યૂલિયા વંતુર ઓફ વ્હાઇટ લહેંગા અને ખુલ્લા વાળમાં જોવા મળી હતી. જ્યારે, ડેઝી શાહ ડાર્ડ પિંક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અનુષ્કા રંજન પણ પતિ આદિત્ય શીલ અને બહેન સાથે પોઝ આપતી જોવા મળી હતી. જ્યારે, આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ લાલ સાડીમાં જોવા મળી હતી. તૌરાનીની દીકરીના રિસેપ્શનમાં સંજય કપૂર પણ સૂટ-બૂટમાં જોવા મળ્યો હતો. ડાયરેક્ટર રાજકુમાર સંતોષી પણ તેની પત્ની સાથે જોવા મળ્યા હતા. ગાયક મીક સિંહ પણ તેની મહિલા ફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

Shah Jina