22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ઉદઘાટનમાં સામેલ થશે આ બૉલીવુડ અને ટીવી જગતના કલાકારો, જાણો કોણે કોણે મળ્યું આમંત્રણ

આ બોલિવૂડ સિતારો રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી, ભગવો રંગ પહેરીને લગાવશે ‘જય શ્રી રામ’ના નારા, જુઓ કોણ છે આ લિસ્ટમાં સામેલ

Ram Mandir Inauguration Stars from Bollywood : વર્ષો સુધી જેની પ્રતીક્ષા દરેક હિન્દૂ કરતો હતો તે ક્ષણ ટૂંક સમયમાં જ આવવાની છે. ભારને ભવ્ય રામનું ભવ્ય મંદિર મળવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે દેશ-વિદેશના અનેક મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રણબીર કપૂર અને સાઉથ સ્ટાર યશ જેવા કલાકારોને સરકાર તરફથી આ સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે. તો ચાલો જોઈએ ક્યાં ક્યાં સેલેબ્સને રામ મંદિરનું આમંત્રણ મળ્યું છે.

જેકી શ્રોફ :

હાલમાં જ રામ મંદિરના ટ્રસ્ટીઓ બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના ઘરે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં, તેણે અભિનેતાને આગામી ફંક્શન માટે આમંત્રણ કાર્ડ આપ્યું છે.

કંગના રનૌત :

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ યુપી સરકાર દ્વારા રામ મંદિરના ઉદ્ઘાટન માટેનું કાર્ડ મળ્યું હતું. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રણદીપ હુડ્ડા :

અભિનેતા રણદીપ હુડાને રામ મંદિરના ઉદ્ઘાટન માટેનું કાર્ડ મળ્યું અને તેની ખુશી સાતમા આસમાન પર છે.

આલિયા ભટ્ટ-રણબીર કપૂર :

ટૂંક સમયમાં જ ફિલ્મ રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટને રામ મંદિરનું કાર્ડ મળી ગયું.

રજનીકાંત :

દક્ષિણના અભિનેતા રજનીકાંતને પણ ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યું છે, જેની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

આ સ્ટાર્સ પણ સામેલ થશે :

અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, યશ જેવા મોટા સ્ટાર્સ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી શકે છે.

Niraj Patel