આપણા તહેવારો નીરવ પટેલ લેખકની કલમે

ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન વિશેની ખુબ જ ખાસ વાતો, વાંચીને તમારા દિલમાં પણ ભાઈ-બહેનનો પ્રેમ વધી જશે

આ વખતે 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો. આ તહેવારનું ધાર્મિક મહત્વ તો આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે આ તહેવારની શરૂઆત થઇ, પરંતુ આજે હું તમને આ તહેવાર વિશેની કેટલીક ખાસ વાતો જણાવીશ જે આજના સમયમાં ઘણા બધા ભાઈ બહેનોના દિલમાં જીવંત હશે. આ રક્ષાબંધન તહેવાર ઉપર પણ આ વાતો બની જ હશે.

Image Source

ભાઈ બહેનનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે, નિઃસ્વાર્થ માનવામાં આવે છે. પરંતુ ભાઈ-બહેન જયારે મોટા થઇ જાય ત્યારે ઘણા ઘરોમાં મેં જોયું છે કે આ સંબંધ બગડવા લાગે છે. સંબંધ બગાડવા પાછળનું માત્ર એક જ કારણ કે એક જ વ્યક્તિ જવાબદાર નથી હોતું પરંતુ ક્યારેક ભાભીની ચઢામણી હોય તો બહેનની લાલચ પણ સંબંધ બગાડવામાં ભાગ ભજવે છે. અને આવા સમયે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારે પણ ભાઈ અને બહેન એક-બીજાને મળતા નથી અને મળે છે તો પણ માત્ર વહેવાર સચવાય એ પૂરતા જ. ના એ બંનેની આંખોમાં પ્રેમ હોય છે, ના તો કોઈ ખુશી. બસ બહેન રાખડી બાંધીને પોતાની ફરજ પૂર્ણ કરે અને ભાઈ બહેનને બક્ષિસ આપીને પોતાનું કર્તવ્ય નિભાવે.

Image Source

આ ખુબ જ કડવી વાત છે પણ એક હકીકત આજના સમાજમાં જોવા મળે છે. આનું નિરાકરણ લાવવું પણ બહેન અને ભાઈના હાથમાં જ છે. ભલે પોતાની પત્ની બહેન વિશે કંઈપણ કહે, માનવું ના માનવું એ ભાઈના હાથમાં રહેલું હોય છે. અને બહેને પણ ભાઈનો વૈભવ કે ભાભીની નીતિ જોયા વિના જ જો આ સંબંધને નિઃસ્વાર્થ ભાવે નિભાવે તો પણ આ સંબંધ રૂડો રૂપાળો બની શકે છે. આ સંબંધમાં સમજૂતી માટે કોઈ ત્રીજા વ્યક્તિની ક્યાંય જરૂર નથી પડતી.

Image Source

બાળપણમાં એકબીજા સાથે મઝાક મસ્તી કરતા, એક બીજાને ચીડવતા ભાઈ બહેન મોટા થઈને જયારે એકબીજાના મનમાં મનદુઃખ કરે છે ત્યારે ખરેખર બહુ તકલીફ થાય છે. અને આ તકલીફ ભાઈના દિલમાં પણ હોય છે અને બહેનના દિલમાં પણ. પરંતુ આ તકલીફ, અને મનમાં ઉભા થયેલા દુઃખને ગુસ્સા દ્વારા અભિવ્યક્ત કરવાને બદલે એકબીજાની પ્રેમથી જો માફી માંગી લેવામાં આવે તો સંબંધમાં મધુરતા ચોક્કસ જળવાઈ રહે છે.

Image Source

ઘણા એવા પણ લોકો છે જેમને બહેનનો પ્રેમ નથી મળતો. ઘણા એવા પણ છે જે તેમની બહેનને ખુબ જ પ્રેમ કરતા હોવા છતાં પણ બહેનને આ પવિત્ર દિવસે નથી મળી શકતા. ઘણી એવી બહેનો પણ છે જેમને ભાઈ નથી કે તે પણ ભાઈને મળી નથી શકતી. એ લોકો વિશે કલ્પના કરો તો તમને સમજાય કે ભાઈ અને બહેનનું જીવનમાં હોવાનું શું મહત્વ છે. ભલે તમારી પાસે કઈ ના હોય, ભલે તમે બહેનને કોઈ મોટી ભેટ સોગાદ આપી શકવા સક્ષમ ના હોય, પણ બહેન તમારા આંગણે આવીને ઉભી રહેશે ત્યારે તમારું ઘર ભર્યું ભર્યું બની જશે.

Image Source

ચાલો આ રક્ષાબંધનને આપણે લોભ લાલચ અને મન દુઃખ સાથે ભલે ઉજવી, પરંતુ આવતી રક્ષા બંધન આપણે પ્રેમ, ખુશી અને ઉત્સાહ સાથે ઉજવીએ !!!

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.