શું રાખી સાવંતે આદિલ ખાન સાથે નિકાહ બાદ કબૂલ્યો ઇસ્લામ ધર્મ? અભિનેત્રીના ભાઇએ કર્યા ચોંકાવનારા ખુલાસા

બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત આ દિવસોમાં તેના લગ્નને લઇને ખૂબ જ હેડલાઇન્સ મેળવી રહી છે. રાખીએ તેના બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે નિકાહ કર્યા હતા, જેની તસવીરો અને વીડિયો હાલ સામે આવ્યા બાદ બધા હેરાન છે. રાખી અને આદિલના નિકાહની તસવીરો અને મેરેજ સર્ટિફિકેટ વાયરલ થયુ, જેના પર ના માત્ર ફાતિમા નામ દેખાયુ પણ એ પણ સામે આવ્યુ કે રાખીએ 7 મહિના પહેલા 2022માં લગ્ન કર્યા હતા.

રાખીએ પોતે સોશિયલ મીડિયા પર પોતાના અને આદિલના નિકાહની તસવીરો અને વીડિયો શેર કરી લગ્નની વાત પર મોહર લગાવી હતી. આ ઉપરાંત એવી પણ ખબર છે કે રાખીએ આદિલ સાથે લગ્ન બાદ ઇસ્લામ કબૂલ્યો છે. એવામાં રાખીના ભાઇ રાકેશ સાવંતે ઝૂમ ડિજિટલ સાથે વાતચીત કરી હતી અને આ વાત પર રિએક્ટ કર્યુ હતુ. રાખી સાવંતના ભાઇને જ્યારે અભિનેત્રીના નામ બદલવા પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે, આ તો મને નથી ખબર, આ તેમની પર્સનલ વસ્તુ છે.

પતિ-પત્નીની વાત છે. અમને નથી ખબર, પણ રાખીએ કર્યુ છે તો કંઇ વિચારીને જ કર્યુ હશે. તેણે પોતાના હિસાબે કર્યુ હશે. વાતચીતમાં રાખીના ભઆઇ રાકેશે આગળ જણાવ્યુ કે, અમે બધા ટેન્શનમાં છીએ. રાખી સૌથી નાની છે અને તેણે જીવનમાં ઘણુ દુખ જોયુ છે. બિગબોસમાં પણ તેને રિતેશે યુઝ કરવાની કોશિશ કરી અને તેને ઘણુ દુખ થયુ હતુ, પરેશાની થઇ હતી. આ માટે રાખી આ વખતે પ્રોપર લગ્ન કર્યા છે.

જણાવી દઇએ કે, રાખી સાવંતે આ પહેલા રિતેશ સાથે લગ્ન કર્યા હતા અને બિગબોસ 15માં આ રાજ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો. રિતેશથી અલગ થયા બાદ રાખી સાવંતે હવે આદિલ ખાન દુર્રાની સાથે નિકાહ કર્યા છે. આદિલ અને રાખીના નિકાહની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે રાખી સાવંત પ્રેગ્નેટ છે.

એવામાં અભિનેત્રીએ આના પર રિએક્ટ કર્યુ છે. રાખી સાવંતને જ્યારે આ વિશે ન્યુઝ એજન્સી એએનઆઇ દ્વારા પૂછવામાં આવ્યુ કે તે પ્રેગ્નેટ છે તો રાખીએ કહ્યુ નો કમેન્ટ્સ. રાખી સાવંતના આડવાબે ચાહકોને હેરાન કરી દીધા છે. કારણ કે રાખીએ સીધી રીતે આ ન્યુઝ પર ના કહી નથી અને ના તો આ ખબર પર મોહર લગાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Talk (@tellytalkindia)

Shah Jina