સગાઈ બાદ ખજુરભાઈ નીકળ્યા પોતાની ભાવિ પત્ની સાથે બીચ રાઈડની મજા માણવા, વીડિયોમાં જોવા મળ્યો તેમનો રોમાન્ટિક અંદાજ… જુઓ

ખજુરભાઈ અને મીનાક્ષીની જોડીને કોઈની નજર ના લાગે ! જુઓ બીચ પર નીતિન જાનીએ કાર ડ્રાઈવ કરીને મીનાક્ષીને રાઈડની મજા કરાવી.. વાયરલ થયો વીડિયો

ગુજરાતમાં ગરીબોના મસીહા બની ચૂકેલા ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી. ખબજુરભાઈએ ભલે પોતાના કેરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હોય પણ આજે તેમને લોકો ભગવાનની જેમ પૂજે છે. કારણ કે તેમને ઘણા બધા લોકોને નવું જીવન પૂરું પાડ્યું છે. તૌકતે વાવાઝોડા બાદ તેમાં દ્વારા શરૂ કરવામાં આવેલી આ મદદની પહેલ આજે પણ અવિરત ચાલી રહી છે.

ખજુરભાઈએ 200 કરતા પણ વધારે લોકોને પાક્કા ઘર બનાવી આપ્યા છે અને ઘણા લોકોને રોજગારી પણ પુરી પાડી છે. ત્યારે તેમના સેવાકીય કાર્યોના ચર્ચા તો જગજાહેર થતા જોવા મળે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી તેઓ તેમની સગાઈને લઈને પણ સતત ચર્ચામાં રહેલા છે. તેમને થોડા દિવસ પહેલા જ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે. જેની ઘણી તસવીરો પણ વાયરલ થઇ હતી.

નીતિન જાની અને મીનાક્ષી દવેએ સગાઈ બાદ પોતાના સોશિયલ મીડિયામાં ઘણી બધી તસવીરો શેર કરી હતી જેમાં ખજુભાઈની ટીમાં સભ્યો અને પરિવારજનો આ સગાઈમાં ખુબ જ ખુશ ખુશાલ પણ જોવા મળ્યા હતા. સગાઈના થોડા જ સમય બાદ આ કપલ સ્ટારબક્સમાં કોફી પિતા પણ જોવા મળ્યું હતું અને ત્યાં પણ ખજુભાઈનો રમુજી અંદાજ સૌને પસંદ આવ્યો હતો.

ત્યારે હાલ ખજુભાઈ અને મીનાક્ષીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બંને બીચ પર કાર રાઈડ માણતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને પણ હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તેમની સાથે તેમના ભાઈ તરુણ જાની પણ જોવા મળી રહ્યા છે, આ બધા બીચ કિનારે એક જીપ કારમાં ફરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નીતિનભાઈ પોતે કાર ચલાવી રહ્યા છે અને મીનાક્ષી તેમની બાજુમાં બેઠી છે, તેમના ભાઈ તરુણભાઇ કાર પર સાઈડમાં ઉભા થઇ ગયા છે તો અન્ય બે લોકો પણ પાછળની તરફ ઉભા રહી ગયા છે. જેના બાદ નીતિનભાઈ કારને બીચ તરફ રાઈડ કરવા માટે લઇ જઈ રહ્યા છે.

આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ. પરંતુ લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને નીતિન જાની અને મીનાક્ષી દવેની જોડીને પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, મીનાક્ષી દવે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel