‘તારક મહેતા…’ના દયાબેનની આ કેવી થઇ ગઇ છે હાલત- જોઇને ચોંકી જશો, ખોળામાં બાળક લઇ અભિનેત્રીએ રડતા રડતા સંભળાવી આપવીતી ! જુઓ વીડિયો

હે મા માતાજી ! દયાબેનની થઇ ખરાબ હાલત ! ખોળામાં બાળક લઇ રડતા નજર આવી અભિનેત્રી, જાણો શું છે મામલો…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાબેન ઉર્ફે દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી નાના પડદાથી દૂર છે. બે બાળકોની માતા બની ચૂકેલી દિશા વાકાણીની અનેકવાર શોમાં પરત ફરવાની ખબરો આવી પણ તે સાચી ન નીકળી. ત્યારે હાલમાં હવે સોશિયલ મીડિયા પર દિશા વાકાણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તેની દર્દનાક કહાની સંભળાવતી જોવા મળી રહી છે. લોકોના ઝહેનમાં સવાલ ઊભો થઇ રહ્યો છે કે આખરે તેની હાલત આવી કેવી રીતે થઇ ગઇ. તો ચાલો જણાવીએ આ વાયરલ વીડિયોની હકિકત.

જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે આજનો નહિ પણ વર્ષ 2008માં આવેલી ફિલ્મ ‘કે કંપની’નો છે. જેમાં બોલિવુડ અભિનેતા તુષાર કપૂર અને અનુપમ ખેર લીડ રોલમાં હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે, દિશા વાકાણીના ખોળામાં એક બાળક બેસેલુ છે અને તે તેની આપવીતી સંભળાવી રહી છે. દિશા વાકાણી રડતા રડતા સિસ્ટમને દોષી ઠહેરાવી રહી છે. આ ફિલ્મમાં તુષાર કપૂર એક પત્રકાર હોય છે અને તે દુનિયા સામે દિશા વાકાણીની આપવીતી સંભળાવી રહ્યા હોય છે.

આ વીડિયો જોઇ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યુ કે, હવે સમજ્યો કે દયાભાભી આટલી ખોઇ ખોઇ કેમ રહે છે. એકે લખ્યુ- તારક મહેતા શોમાં પાછી આવી જા. તો કેટલાકે દિશા વાકાણીની એક્ટિંગની પ્રશંશા કરતા ફિસ્મનું નામ પૂછ્યુ હતુ. જણાવી દઇએ કે, દિશા વાકાણીની તારક મહેતા શોમાં પરત આવવાની વાત સામે આવી રહી છે. ચાહકો પણ શોમાં બીજીવાર દયાબેનને જોવા માટે ઘણા ઉત્સુક છે. પણ હજુ સુધી દિશા અથવા મેકર્સ બંનેમાંથી કોઇ તરફથી કોઇ જાણકારી નથી આપવામાં આવી.

હાલ તો દિશા ફેમીલી લાઇફ એન્જોય કરી રહી છે અને તે તેના બંને બાળકોને પાળવામાં વ્યસ્ત છે. દિશાએ મયૂર વાડિયા સાથે લગ્ન કર્યા છે, જે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. વર્ષ 2017માં દિશાના પહેલા બાળક તરીકે દીકરી સ્તુતિનો જન્મ થયો હતો. તેણે વર્ષ 2017માં શોમાંથી મેટરનીટી લીવ લીધી હતી અને તે બાદથી તે શોમાં પરત ફરી નથી. હાલમાં જ થોડા મહિના પહેલા વર્ષ 2022માં તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. જેની જાણકારી દિશા વાકાણીના ભાઇ મયૂર વાકાણીએ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mahila Mandal (@tmkocxladies)

Shah Jina