વધુ એક બૉલીવુડ હિરોઇનનું લગ્ન જીવન થયું વેર-વિખેર, મારું જીવન…

અભિનેત્રી રાખી સાવંતે રિતેશ સાથે લગ્ન કર્યા હતા પણ આજ સુધી તેને દુનિયાની સામે લાવી ન હતી. એવામાં બિગબોસ 15 માં રાખીની સાથે તેનો પતિ રિતેશ પણ આવ્યો હતો,અને દુનિયાં સામે રૂબરૂ કરવામાં આવ્યો હતો. એવામાં ફરીથી રાખીએ ધડાકો કરતા રીતેશથી અલગ થઇ જવાની ઘોષણા કરી છે.

રાખીએ રિતેશથી અલગ થવાની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી છે અને ખુબ મોટી પોસ્ટ પણ લખી છે. પોસ્ટમાં રાખીએ પોતાના રિતેશ સાથેના સંબંધ વિષે ખુલાસો કર્યો છે.

રાખીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે,”દરેક ચાહકો અને મારા પ્રિયજનો, હું તમને કહેવા માંગુ છું કે હું અને રિતેશ એકબીજાથી અલગ થઇ જવા રહ્યા છીએ. બિગ બોસ પછી એવી ઘણી બાબતો બની જે અમારા કંટ્રોલની બહાર હતી.અમે લોકોએ ખુબ કોશિશ કરી, પણ પછી અમે એવો નિર્ણય લીધો કે અમે અમારું જીવન અલગ અલગ વિતાવીએ”.

રાખીએ આગળ કહ્યું કે,”હું ખુબ જ દુઃખી છું કેમ કે આ બધું વેલેન્ટાઈન ડે ના આગળના દિવસે જ બન્યું.પણ નિર્ણય તો લેવાનો જ હતો. અપેક્ષા કરું છું કે રિતેશ સાથે બધું સારું જ થાય.મારે આ સમયે મારા કામ પર ફોકસ કરવું છે અને પોતાને ખુશ અને સ્વસ્થ રાખવી છે.તમારા બધાનો મને સમજવા માટે અને સપોર્ટ કરવા માટે આભાર”.

રાખી સાવંતની આ પોસ્ટ પર ચાહકો પોત પોતાની પ્રતિક્રિયાયો આપી રહ્યા છે. જણાવી દઈએ કે રાખીના લગ્ન થઇ ચુક્યા છે એ વાત રાખીએ બિગ બોસ-14 માં કહી હતી. રિતેશની પહેલી પત્નીનું નામ સ્નિગ્ધા હતું. સ્નિગ્ધાનું ઇન્ટરવ્યૂ પણ સામે આવ્યું હતું, જેમાં તેણે રિતેશ પર મારપીટ જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા.

Krishna Patel