‘મને તો બાપ-બેટી લાગ્યા, લલિતજી તમે પણ…..’ – બૉલીવુડની આ અભિનેત્રીએ સુષ્મિતા-લલિત મોદીની ઉડાવી મજાક

પેપરાજીની ફેવરેટ અને પોતાની અતરંગી હરકતોને કારણે સોશિયલ મીડિયામાં બની રહેનારી રાખી સાવંત ઘણીવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. હાલમાં આવું જ કંઇક એકવાર ફરી જોવા મળ્યુ. રાખીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે સુષ્મિતા સેન અને લલિત મોદીના અફેર પર કમેન્ટ કરતી જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, લલિત મોદી અને સુષ્મિતા સેનનું અફેર આ દિવસોમાં ટોક ઓફ ધ ટાઉન છે. બંનેની રોમેન્ટિક તસવીરો તો બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલી છે. લોકો તસવીરો જોઇ અલગ અલગ વાતો કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે પેપરાજી સાથે અલગ અલગ મુદ્દા પર પોતાની વાત રાખવાવાળી અભિનેત્રી અને ડ્રામા ક્વિન રાખી સાવંતે પણ સુષ્મિતા સેન અને લલિત મોદીના રિલેશનને લઇને પ્રતિક્રિયા આપી છે.

જ્યારે પેપરાજીએ રાખીને સુષ્મિતા અને લલિત મોદી વિશે પૂછ્યુ તો તે તેની હસીને છુપાવતી જોવા મળી. ઘણો વિચાર કર્યા બાદ રાખીએ કહ્યુ- વાહ લલિત જી, શું હાથ માર્યો છે, ડાયરેક્ટ સુષ્મિતા સેન”. તે (સુષ્મિતા) ભૂતપૂર્વ મિસ યુનિવર્સ છે પણ તે (લલિત) કોણ છે? જ્યારે પેપરાજીએ તેને કહ્યું કે લલિત મોદી આઈપીએલના કમિશનર છે. અને પૈસા લઈને ભાગી ગયાનો આરોપ લાગ્યો છે. આ સાંભળીને રાખી ચોંકી ગઈ અને તેણે કહ્યું કે- “ભાઈ, હવે પૈસા લઈને ભાગશો તો તમને મોટી હિરોઈન મળશે જ ને.

આજકાલ શકલ અકલ કોણ જોવે છે. તે આગળ કહે છે કે, રાખી સાચા પ્રેમની પાછળ જાય છે. પૈસા પાછળ નહીં. જો કે, રાખી એમ પણ કહે છે કે તેને તો લલિત મોદી અને સુષ્મિતા સેન તો બાપ-બેટી જેવા લાગ્યા.  તમને જણાવી દઈએ કે રાખી સાવંત હાલમાં બિઝનેસમેન આદિલ ખાન દુર્રાનીને ડેટ કરી રહી છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થાય છે.

Shah Jina