અમદાવાદના સ્પામાં જામી દારૂની મહેફિલ : નશામાં ધૂત યુવતીઓએ બોબી દેઓલની જેમ કર્યો ‘જમાલકુડુ’ પર ડાંસ

હાલ ચૂંટણીને પગલે પોલિસ દ્વારા ચોતરફ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જો કે, આ વચ્ચે દારુબંધીવાળા ગાંધીા ગુજરાતમાં એક બર્થ ડે પાર્ટીમાં દારૂની છોળો ઊડી હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદમાં દારૂની મહેફિલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પૂર્વ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.

સ્પામાં થયેલી દારૂ પાર્ટીના વીડિયોમાં યુવક-યુવતીઓ એનિમલ ફિલ્મના જમાલ કુડુ ગીત પર માથા પર દારૂનો ગ્લાસ રાખી ડાન્સ કરતા અને ઝૂમતા જોવા મળી રહ્યાં છે. સ્પામાં બર્થ ડેની ઉજવણી સમયે દારૂ વિથ ડાન્સ થયો હતો અને નશામાં ધૂત યુવક-યુવતીઓ બેફામ ઝૂમી રહ્યા હતા. હાલ તો આ વીડિયો અંગે પોલીસ તપાસ કરી રહી છે. એવું કહેવાઇ રહ્યુ છે કે આ મામલે બે શખ્સોની અટકાયત પણ કરાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં ચાલતા એક સ્પા સેન્ટરમાં બર્થડે પાર્ટી યોજાઈ અને આ દરમિયાન દારૂની મહેફિલ જામી. પાર્ટીમાં રૂપલલનાઓ પણ બોલાવવામાં આવી હતી અને દારૂ પીરસાયો હતો. પાર્ટીના વીડિયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં આવી અને બે લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

Shah Jina