આશ્રમમાં બાળકો સાથે કુકર્મ, બે આચર્યો પર યૌન શોષણનો આરોપ- ગુરુકુળના વિદ્યાર્થીઓ પહોંચ્યા પોલિસ પાસે

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક આશ્રમના બે આચાર્યો પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ગુરુકુલના બે વિદ્યાર્થીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો, તેમની ફરિયાદના પગલે એક આરોપી આચાર્યને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગુરુકુલના અન્ય વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

રીપોર્ટ્સ અનુસાર, આ મામલો ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં દંડી સેવા આશ્રમ છે. આશ્રમના ગુરુકુળમાં વિદ્યાર્થીઓને પંડિતાઈનું શિક્ષણ આપવામાં આવે છે. 30 એપ્રિલની રાત્રે આ ગુરુકુલના કેટલાક વિદ્યાર્થીઓ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે બે આચાર્યો વિશે ફરિયાદ કરી.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે આશ્રમમાં આચાર્ય વિદ્યાર્થીઓને રૂમમાં બોલાવે છે અને તેમનું યૌન શોષણ કરે છે. આ પછી પોલીસે આશ્રમના તે બે આચાર્યો વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો અને એકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી. આ અંગે ઉજ્જૈનના એડિશનલ એસપીએ જણાવ્યું કે, “ઉજ્જૈનમાં બડનગર રોડ પર દંડી આશ્રમ છે જે મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.

આશ્રમના બે બાળકો 30 એપ્રિલે પોલીસ સ્ટેશન આવ્યા હતા. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને જાણ કરવામાં આવી, જેના પર મહાકાલ પોલીસ સ્ટેશન દ્વારા કેસ નોંધવામાં આવ્યો અને જે આચાર્યો પર આરોપ મૂકાયો તેમાંથી એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો. આશ્રમમાં અન્ય જે બાળકો છે વિશ્વાસમાં લઇ તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Shah Jina