BREAKING : શેરમાર્કેટના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલાનું અચાનક જ નિધન, લાખો ઈન્વેસ્ટરોને ધ્રાસ્કો

ભારતીય શેરમાર્કેટના દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાને કોણ નથી ઓળખતું. તેમને તો બિગ-બુલ પણ કહેવાય છે. ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જમાં રૂપિયા લગાવીને જ રાકેશ ઝુનઝુવાલાએ અઢળક સંપત્તિ બનાવી લીધી છે. તેઓ જે શેરમાં રૂપિયા લગાવે છે, તે ઉપર જવાના ચાન્સ વધી જાય છે. એવામાં જો કોઈને જાણ થઈ જાય કે,

ઝુનઝુનવાલાએ કઈ કંપનીમાં રૂપિયા લગાવ્યા છે, તો બાકી લોકો પણ તેમાં રૂપિયા રોકવાનું વિચારવા લાગે છે. લોકોને એ જાણવાની ઈચ્છાઓ રહે છે કે, તેમણે કઈ કંપનીમાં રોકાણ કર્યું છે. માર્કેટની જાણકારી આપતી વેબસાઈટ ટ્રેન્ડીલાઈન મુજબ, રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર 2021 સુધીના આંકડા મુજબ, લગભગ 39 શેર્સમાં રૂપિયા લગાવ્યા છે અને તેમની નેટવર્થ લગભગ 24 હજાર કરોડ રૂપિયા છે.

હાલમાં જ સમાચાર પ્રાપ્ત થયા છે કે શેરમાર્કેટના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન થયું છે.​​​​​​ તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ લીધા હતા. ભારતીય દલાલ સ્ટ્રીટના બિગ બુલનું આજે રવિવારે સવારે નિધન થયું છે. રાકેશ ઝુનઝુનવાલા, જેમણે રૂ. 5000 થી રૂ. 43.39 હજાર કરોડની સફર કરનાર શેરબજારના બિગ બુલ ઝુનઝુનવાલા 62 વર્ષના હતા.

ઝુનઝુનવાલાએ ગયા અઠવાડિયે ‘અકાસા’ એરલાઇન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. 1992માં જ્યારે હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે તેમણે શોર્ટ સેલિંગ દ્વારા જંગી નફો કર્યો હતો. આ દિગ્ગજ ઇન્વેસ્ટરને ભારતીય શેરબજારના રાજા કહેવામાં છે. તેમને ભારતના ‘વોરેન બફેટ’ પણ કહેવામાં આવે છે. ભારતીય શેરબજારમાં ઘણા લોકો તેમને તેમના રોલ મોડેલ અને રોકાણકાર ગુરુ માને છે. રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ મુંબઈમાં મારવાડી પરિવારમાં થયો હતો. તેમના પિતા ભારત સરકારના આવકવેરા વિભાગમાં અધિકારી હતા અને તેઓ શેરબજારમાં રોકાણ કરતા હતા.

તે ઘણીવાર તેના મિત્રો સાથે બજારની ચર્ચા કરતો હતો. રાકેશ પણ તેની બધી વાતો સાંભળતો હતો. તમને જણાવી દઈએ કે તેમને 1985માં શેરબજારમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પહેલા તેમણે 5 હજારનું રોકાણ કર્યું અને 1986માં પહેલો નફો કર્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા કંપનીના 5000 શેર રૂ. 43 પ્રતિ શેરના દરે ખરીદ્યા હતા અને ત્રણ મહિના પછી રૂ. 143 પ્રતિ શેરના ભાવે વેચ્યા હતા. આ તેમના રોકાણ કરેલા નાણા ત્રણ ગણા કરતાં વધુ છે. શરૂઆતના સમયમાં જ ઝુનઝુનવાલાને 1986 અને 1989 વચ્ચે 2 થી 2.5 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

આ દિગ્ગજ ઇન્વેસ્ટરે આપણા ભારતીય શેરબજારને ધ્યાનમાં રાખીને ઘણી બધી ભવિષ્યવાણી કરી હતી. થોડા સમય પહેલા જ જ Zomatoના શેરને લઈને કરવામાં આવેલ તેમની ભવિષ્યવાણી સાચી પડી હતી. ગયા વર્ષે લિસ્ટિંગ પછી જ્યારે ઝોમેટોનો સ્ટોક નવી ઊંચાઈએ પહોંચી રહ્યો હતો ત્યારે ઝુનઝુનવાલાએ તેના વિશે શંકા વ્યક્ત કરી હતી. ઝુનઝુનવાલા લોકોને ઝોમેટોના શેરમાં નાણાં રોકવા અંગે ચેતવણી આપતા જોવા મળે છે.

ઝુનઝુનવાલા કહ્યું હતું કે ‘એક સમય આવશે જ્યારે માર્કેટમાં એક્સેસ પોતાને સુધારશે, કારણ કે જ્યારે પણ માર્કેટમાં એક્સેસ આવશે… કરેક્શન થાય છે. જો હું લોકોને હવે કહું કે ઝોમેટોના શેર ન ખરીદો તો અત્યારે તેઓ મને મૂર્ખ કહેવા લાગશે. રાકેશ ઝુનઝુનવાલા લોકો ભારતના વોરેન બફેટ તરીકે સંબોધતા હતા અને ભારતીય શેર માર્કેટમાં કરોડો પૈસા બનાવ્યા પછી તેઓ એરલાઇન સેક્ટરમાં હાલમાં જ ઉતર્યા હતા.

આકાસા નામક એરલાઇન કંપનીમાં મોટું રોકાણ કર્યું અને સાતમી ઓગસ્ટે જ એરલાઇન શરૂ થઈ. આકાસાની પહેલી એરલાઇન મુંબઈથી અમદાવાદ માટે ઊડી હતી અને કેન્દ્રના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. 13મી ઓગસ્ટે ઘણા બધા રૂટ્સ પર કંપનીએ પોતાની સર્વિસ શરૂ કરી.

તે એક ટ્રેડર હોવાને લીધે સાથે CA પણ હતા અને દેશના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક હતા. તેમને હંગામા મીડિયા અને એપ્ટેકના અધ્યક્ષ હોવાની સાથે વાઇસરોય હોટલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઇન્ડિયા અને જિયોજિત ફાઇનેંશિયલ સર્વિસિઝના નિર્દેશક પણ હતા. હાલમાં જ તેમણે આકાશા એરલાઇન્સ લોન્ચ કરી હતી. અબજપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ 40 % પાર્ટનરશીપ માટે આકાશા એરમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.

YC