પંચતત્વમાં વિલીન થયા રાજુ શ્રીવાસ્તવ, પરિવાર અને મિત્રોએ ભારે હૈયે આપી અંતિમ વિદાય, દીકરા આયુષ્માને આપી પિતાને મુખાગ્નિ

21 સપ્ટેમ્બર, એ દિવસ જ્યારે સમગ્ર દેશની આંખો ભીની થઈ ગઈ. બધાને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ બધાને રડાવીને ચાલ્યા ગયા. રાજુ શ્રીવાસ્તવે 42 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન અને મોત સામે જંગ લડ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. 10 ઓગસ્ટે જિમમાં વર્કઆઉટ કરતી વખતે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ઘણા દિવસો સુધી તેની સારવાર કરવામાં આવી. પરંતુ સૌના પ્રિય ગજોધર ભૈયા બચી શક્યા નહીં. રાજુ શ્રીવાસ્તવના ગુરુવારે એટલે કે આજે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હાસ્ય કલાકારને તેના પરિવારના સભ્યો દ્વારા ભીની આંખો અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાજુના દીકરા આયુષ્માને પિતાને મુખાગ્નિ આપી હતી. રાજુનો પરિવાર તૂટી ગયો છે. આ ક્ષણ તેમના માટે ઘણી પડકારરૂપ છે. પરંતુ આ દુ:ખની ઘડીમાં રાજુની પત્ની, બાળકો અને બાકીનો પરિવાર મક્કમ હતો. સૌને હસાવનાર કાયમ માટે મૌન બની ગયો. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પંચતત્વમાં વિલીન થઇ ગયા. રાજુના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. ચાહકો, સંબંધીઓ અને પરિવારજનોએ કોમેડિયનને ભીની આંખો સાથે વિદાય આપી.

રાજુ શ્રીવાસ્તવના પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ લાવવામાં આવ્યો. કોમેડિયનને વિદાય આપવા કોમેડી જગતના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. કાનપુરથી રાજુના ઘણા મિત્રો પણ દિલ્હી આવી પહોંચ્યા હતા. યુપીના પર્યટન મંત્રી સુનીલ પાલ, મધુર ભંડારકર પણ સ્મશાનગૃહ પહોંચ્યા હતા. લોકોએ રાજુ શ્રીવાસ્તવ અમર રહેના નારા પણ લગાવ્યા હતા. રાજુની પત્ની શિખા શ્રીવાસ્તવની એક તસવીર સામે આવી છે. તે પતિના જવાથી ઘણી ભાંગી પડી છે. કાજુ તેના ભાઈ રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારમાં આવી શકયો નહોતો.

કાજુ અત્યારે કાનપુરમાં છે. કાજુ બીમાર છે. તેની પત્ની પણ ગર્ભવતી છે. રાજુ કાજુને જોવા દિલ્હી પણ ગયો હતો. દિલ્હીની આ મુલાકાત દરમિયાન રાજુને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં 42 દિવસની સારવાર બાદ કોમેડિયનનું મોત થયું હતું. રાજુએ પોતાની અદ્ભુત સેન્સ ઓફ હ્યુમરના કારણે કરોડો લોકોના દિલો પર રાજ કર્યું. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં રાજુની ઉણપ કોઈ ભરી શકશે નહીં. રાજુ શ્રીવાસ્તવ શોબિઝ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું.

તેણે ઘણી ફિલ્મો અને શોમાં કામ કર્યું. રાજુએ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. રાજુને તેની ઓળખ કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી હતી. આ શોની સફળતા બાદ રાજુએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. તે પોતાની કારકિર્દીની ઉંચાઈઓને સ્પર્શતો રહ્યો. કોઈ પણ ગોડફાધર વિના રાજુને આટલી સફળતા મેળવતા જોવું પ્રેરણાદાયક છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલના રોજ રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર સામે આવતાની સાથે જ ચાહકો અને ટીવી તેમજ બોલિવુડ જગતના લોકોમાં મૌન છવાઇ ગયુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ,

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો અને બોલિવુડ સ્ટાર્સ અજય દેવગન અક્ષય કુમાર, તેમજ કોમેડી સ્ટાર્સ કપિલ શર્મા, ભારતી સહિત અનેકે સોશિયલ મીડિયા પર રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina