પોતાના પાછળ કરોડોની સંપત્તિ છોડી ગયા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, લાજવાબ છે કાર કલેક્શન

કરોડોની સંપત્તિ અને લક્ઝરી કારોના માલિક હતા રાજુ શ્રીવાસ્તવ, દર મહિને અધધધ લાખ રૂપિયાની હતી કમાણી

કોમેડીના બાદશાહ રાજુ શ્રીવાસ્તવ 21 સપ્ટેમ્બરના રોજ સવારે જીવનની જંગ હારી ગયા. 41 દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ તેમણે દિલ્લી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. 58 વર્ષિય રાજુ શ્રાવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતા સમયે બેહોંશ થવા પર દિલ્લી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. યુપીના કાનપુરના રહેવાસી રાજુ શ્રીવાસ્તવ કરોડોની સંપત્તિના માલિક છે. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યા બાદ તેમણે લાંબો સંઘર્ષ કર્યો પછી પોતાની અલગ ઓળખ બનાવી. તો ચાલો આજે અમે તમને જાણાવીએ કે કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવની નેટવર્થ કેટલી છે.

કેટલીક વેબસાઈટ પર રાજુ શ્રીવાસ્તવની નેટવર્થ 15 થી 20 કરોડ જણાવવામાં આવી રહી છે. તેમનો જન્મ કાનપુરમાં થયો હતો અને તેમનું મોટાભાગનું જીવન કાનપુરમાં વિત્યુ હતુ. પ્રખ્યાત થયા પછી તે મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા. કાનપુરમાં ઘર હોવા ઉપરાંત મુંબઈમાં પણ તેમની પ્રોપર્ટી છે. રાજુ શ્રીવાસ્તવનું ઘર પણ દિલ્હીના પોશ વિસ્તારમાં હોવાનું કહેવાય છે. રાજુ શ્રીવાસ્તવને મોંઘી કારનો શોખ હતો. તેમના કાર કલેક્શનમાં ઈનોવા, BMW 3, મર્સિડીઝ અને Audi Q7 સહિત અનેક મોંઘા વાહનોનો સમાવેશ થાય છે.

બાળપણથી જ મિમિક્રીના શોખીન રાજુ શ્રીવાસ્તવે ફિલ્મો ઉપરાંત ઘણા સ્ટેજ શોમાં પણ કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગજોધર ભૈયા એક સ્ટેજ શો માટે 4 થી 5 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. આ સિવાય તે એડવર્ટાઇઝિંગ, હોસ્ટિંગ અને ફિલ્મોમાંથી પણ ઘણી કમાણી કરતા. દર મહિને તેની કમાણી 7 થી 8 લાખ રૂપિયા સુધીની હતી. કોમેડી કિંગ તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખતા. તે નિયનિત વર્કઆઉટ પણ કરતા. તેમને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી વાસ્તવિક ઓળખ મળી હતી.

કાનપુરમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડમાં કામ કરવા મુંબઈ આવ્યા હતા. તેમણે વર્ષ 1988માં આવેલી ફિલ્મ તેજાબથી બોલિવૂડમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે પછી રાજુએ મૈંને પ્યાર કિયા, બાઝીગર, આમદની અથની ખરચા રૂપિયા, બિગ બ્રધર, બોમ્બે ટુ ગોવા જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજુ શ્રીવાસ્તવ કોમેડિયન હોવાની સાથે સાથે ભાજપના નેતા પણ હતા. આ પહેલા તેમણે સપા દ્વારા આપવામાં આવેલી ટિકિટ પરત કરતી વખતે પાર્ટી પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કાનપુર લોકસભા સીટ પરથી તેમને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, પાછળથી 11 માર્ચ 2014ના રોજ, તેમણે ટિકિટ પરત કરી અને કહ્યું કે તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી પૂરતું સમર્થન મળ્યું નથી. જે પછી તેઓ 19 માર્ચ 2014ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ટીવીના પ્રખ્યાત હાસ્ય શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ જીત્યા બાદ રાજુ શ્રીવાસ્તવ કોમેડીના કિંગ તરીકે ઓળખાવા લાગ્યા.

આ શો જીતીને રાજુ શ્રીવાસ્તવ બોલિવૂડથી લઈને દેશભરમાં ઓળખ મળી હતી. રાજુ શ્રીવાસ્તવને પાકિસ્તાનથી અનેક ધમકીભર્યા ફોન કોલ્સ આવ્યા હતા. જેમાં તેમને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર મજાક ન કરવાની ચેતવણી આપવામાં આવી. 2010માં રાજુએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ તરફથી ફોન પર ધમકીઓ મળ્યા બાદ અંડરવર્લ્ડ પર કોમેડી અને જોક્સ કરવાનું બંધ કર્યું હતુ. કારણ કે તેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી.

Shah Jina