પહેલી પત્નીને ખોયા બાદ 9 વર્ષ નાની, પણ હાઇટમાં ઊંચી છોકરી પર આવ્યુ હતુ કોમેડિયન રાજપાલ યાદવનું દિલ, ત્રણ બાળકોનો છે પિતા

બોલિવુડમાં રાજપાલ યાદવ એક જાણિતો ચહેરો છે. કોમેડિયન રાજપાલ યાદવ 52 વર્ષના થઇ ગયા છે. રાજપાલ યાદવ વિશે તો લોકો ઘણું ખરુ જાણે છે. રાજપાલ યાદવને ભલે કોમેડી પાત્રો દ્વારા ઓળખ મળી હોય પણ તેમણે કરિયરમાં અલગ અલગ કિરદાર નિભાવ્યા છે. ત્યાં પર્સનલ લાઇફની વાત કરીએ તો, રાજપાલ યાદવે બે લગ્ન કરે છે. રાજપાલની ફેમિલી વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને તેમના કરિયર, લવ લાઇફ અને બાળકોને લઇને કેટલીક અજાણી વાતો તમને જણાવવાના છીએ.

રાજપાલ યાદવે તેમના જીવનમાં ઘણુ સ્ટ્રગલ કર્યુ છે. બોલિવુડમાં મુકામ હાંસિલ કરવું સરળ નહોતુ, પણ તેમણે તે કરી બતાવ્યુ. 16 માર્ચ 1971ના રોજ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલ રાજપાલ યાદવ બાળપણથી જ ફિલ્મી દુનિયાથી આકર્ષાયા હતા. ફિલ્મોમાં આવતા પહેલા તેમણે દૂરદર્શનની એક સિરિયલમાં કામ કર્યું હતું. આ પછી તેમણે વર્ષ 1999માં ‘દિલ ક્યા કરે’, ‘શૂલ’ અને ‘મસ્ત’ જેવી ફિલ્મો કરી.

અંગત જીવનની વાત કરીએ તો રાજપાલ યાદવે વર્ષ 1992માં કરુણા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પ્રથમ બાળકના જન્મ પછી કોમ્પલિકેશનને કારણે તેનું મોત થયું હતું. આવી સ્થિતિમાં રાજપાલ એકદમ ભાંગી પડ્યા હતા. તેમની પહેલી પુત્રીનું નામ જ્યોતિ છે. રાજપાલ યાદવની દીકરી જ્યોતિના લગ્ન 19 નવેમ્બર 2017ના રોજ બેંકર સાથે થયા હતા. જો કે, તે બાદ રાજપાલ યાદવે વર્ષ 2003માં રાધા સાથે લગ્ન કર્યા, જે તેમનાથી 9 વર્ષ નાની છે.

જો કે રાજપાલ તેની પહેલી પત્નીના મોત પછી બીજા લગ્ન કરવા માંગતા ન હતા, પરંતુ જ્યારે તે કેનેડામાં રાધાને મળ્યા ત્યારે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. રાજપાલના પ્રેમમાં રાધા કેનેડા છોડી મુંબઈ આવી ગઇ. રાજપાલ અને રાધાની મુલાકાત કેનેડામાં એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. રાજપાલ લગભગ દસ દિવસ કેનેડામાં રહ્યો હતો અને પછી પાછો આવ્યો હતો. આ પછી બંને અવારનવાર ફોન પર વાત કરતા હતા.

આવી સ્થિતિમાં બંનેએ વર્ષ 2003માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. રાધા અને રાજપાલને 2 દીકરીઓ છે. રાજપાલ બંનેને ખૂબ જ પ્રેમ કરે છે અને અવારનવાર બંને સાથે ફોટો શેર કરતો રહે છે. જણાવી દઈએ કે રાજપાલ યાદવની પત્ની ઊંચાઈમાં તેમના કરતા ઉંચી છે. રાજપાલ યાદવ 5 ફૂટ 2 ઈંચના છે, જ્યારે તેમની પત્ની રાધા તેમના કરતા એક ઈંચ ઉંચી છે.

એક ઈન્ટરવ્યુમાં રાજપાલે કહ્યું હતું કે તેની પત્નીની હાઈટ 5 ફૂટ 3 ઈંચ છે. રાજપાલે પોતાના કરિયરની શરૂઆત 1999માં આવેલી ફિલ્મ ‘દિલ ક્યા કરે’થી કરી હતી. આ પછી તેણે મસ્ત, શૂલ, જંગલ, પ્યાર તુને ક્યા કિયા, ચાંદની બાર, કંપની, લાલ સલામ, રોડ, એક ઔર એક ગ્યારહ, હંગામા, વાસ્તુશાસ્ત્ર, ગરમ મસાલા, ભાગમભાગ, અંડરટ્રાયલ, ખટ્ટા મીઠા, હંગામા 2 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Shah Jina