Rajkots Central Jail found 15 pads of tobacco: ગુજરાતના અલગ અલગ શહેરોમાં આવેલી જેલ (Jail) ની અંદર ઘણા બધા કેદીઓ કેદ છે. ત્યારે આ કેદીઓને મળવા માટે અવાર નવાર તેમના પરિવારજનો આવતા હોય છે અને તેમના માટે કેટલીક વસ્તુઓ પણ લાવતા હોય છે. પરંતુ જેલની અંદર કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. જે જેલમાં લઇ જવી વર્જિત માનવામાં આવે છે. પરંતુ હાલ રાજકોટ (rajkot) માંથી એક એવી ઘટના સામે આવી છે જેને સૌના હોશ ઉડાવી દીધા.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની મધ્યસ્થ જેલની અંદર મુકેશ દિલીપભાઈ જોગિયા પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યા છે. ત્યારે તેમના ભાભી કલ્પનાબેન કમલેશભાઈ જોગિયા તેમને મળવા માટે જેલમાં આવ્યા હતા અને તેમના માટે કપડાંની થેલીમાં એક જોડી કપડાં પણ લઈને આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન પોલીસને થેલીમાં શંકા જતા થેલીની તપાસ કરતા તેમના પણ હોશ ઉડી ગયા હતા.
કલ્પનાબેને કપડાંની થેલીમાં આડી અવળી સિલાઈ કરીને તમાકુની 15 જેટલી પડીકીઓ સંતાડી દીધી હતી. પોલીસે જયારે આ થેલીની તપાસ કરી ત્યારે તેમાંથી 15 પડીકીઓમાં 25થી 30 ગ્રામ જેટલી તમાકુ હતી. આ સમયે કલ્પનાબેન બહાર જ બેઠા હતા અને તેથી જ પોલીસે તેમને બોલાવીને પૂછપરછ કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે તે પોતાના દિયર માટે આ તમાકુ લઈને આવ્યા હતા.
આ મામલે રાજકોટ મધ્યસ્થ જેલના અધિકારીઓએ રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે પોલીસ સ્ટાફ પણ મધ્યસ્થ જેલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે કલ્પનાબેને જેલ જાહેરનામાનો ભંગ કર્યો હોય અને પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હોય તેમના વિરુદ્ધ કલમ 188 થતા ધ પ્રિઝન એક્ટ કલમ-42, 43, 45(12) મુજબ ગુન્હો નોંધી કલ્પનાબેનને સંકજામાં લીધા છે.