રાજકોટમાં ગે એપ પર પાર્ટનર શોધવો 21 વર્ષિય વિદ્યાર્થીને પડ્યો ભારે, મળવા બોલાવી અર્ધ નગ કરી કર્યુ એવુ કે…

રાજકોટમાં ‘ગે’ એપથી મળવા બોલાવી કર્યુ એવું કામ કે…મોઢુ બતાવવા લાયક ન રહ્યો, 21 વર્ષનો કોલેજીયન યુવક રૂમમાં ગયો ત્યાં જ….

આજનો યુગ તો ના જાણે કે કઈ દિશામાં જઇ રહ્યો છે. ઘણા યુવકો સગીરાઓ કે યુવતિઓને ફસાવી પોતાની હવસ સંતોષતા હોય છે, તો ઘણી યુવતિઓ કે મહિલાઓ આધેડ કે યુવકોને ફસાવી હનીટ્રેપનો શિકાર બનાવતી હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાં એક એવી ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગે પાર્ટનરને મળવા ગયેલ વિદ્યાર્થી સાથે આરોપીઓએ એવો કાંડ કર્યો કે ઘટના જાણી તમે પણ હેરાન રહી જશો. પીડિત વિદ્યાર્થીને આરોપીઓએ અર્ધ નગ હાલતમાં કરી તેનો વિડીયો ઉતાર્યો હતો અને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી 50,000 રૂપિયાની માંગણી કરી હતી. હાલમાં આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે અને આ ટોળકીના ચાર શખ્સને સંકજામાં પણ લઇ લીધા છે.

વિદ્યાર્થી ગેને લગતી એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન બાદ મળવા બોલાવી આ કામ કર્યુ હતું. ઘટનાની વિગત જોઇએ તો, મૂળ સાયલાનો અને હાલ રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં રહેતો પીડિત 21 વર્ષિય કોલેજનો વિદ્યાર્થી છે. તેણે ‘ગે’ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ એક અજાણ્યા શખ્સે એપ્લિકેશનમાં મેસેજ કરી તેને રૂબરૂ મળવા બોલાવ્યો હતો. પીડિત યુવક આ શખ્સને ગે પાર્ટનર સમજી મળવા ગયો હતો. તેને આવાસ યોજનાના ક્વાર્ટરના એક રૂમમાં લઇ જવાયો,જ્યાં પહેલાથી જ ત્રણ શખ્સ પણ હાજર હતા.

જે બાદ તેને ચારેય યુવકોએ ગોંધી રાખી રૂ.400 પડાવ્યા અને અર્ધનગ હાલતમાં તેનો વીડિયો પણ ઉતાર્યો. જે બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 50,000 રૂપિયાની માગણી કરી હતી. યુવકને છોડી દેતા આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૃત્ય કરનાર ચાર શખસની ટોળકીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.રાજકોટની યુનિવર્સિટી પોલીસે ભાર્ગવ રાજેશ ડાભી, અફીદ ફીરોઝ કાદરી, સોહીલ હાજીભાઈ કાદરી અને અમન સલીમભાઈ કાદરીની ધરપકડ કરી છે. પીડિત યુવક બી.કોમના છેલ્લા વર્ષમાં પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.

પ્રતિકાત્મક તસવીર

તે લગભગ 3-4 દિવસ પહેલા ગેને લગતા વોટ્સએપ ગ્રુપમાં એડ થયો અને લગભગ 26 કે 27 જૂનના રોજ બપોરે તેને અજાણ્યા વ્યકિતએ HI નો મેસેજ કર્યો હતો અને કે.કે.વી હોલ પાસે મળવા માટે બોલાવ્યો હતો. પીડિત યુવકને તેને ગે પાર્ટનર સમજી મળવા પણ ગયો પરંતુ સામેવાળા વ્યક્તિએ રવિવાર હોવાને કારણે નાણાંવટી ચોકમાં આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં વિંગ-13માં પહેલા માળે આવેલા કવાર્ટરમાં લઈ ગયો હતો. રૂમનું તાળું ખોલી બંને અંદર ગયા ત્યારે અન્ય ત્રણ શખ્શ આવ્યા અને રૂમ અંદરથી બંધ કરી દીધો.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ તેને ગોંધી રાખી પાકીટ, મોબાઈલ અને જે પણ હોય તે આપી દેવા કહ્યુ અને ધમકી આપી કે જો નહિ આપે તો તેને પતાવી દેશે. પછી યુવકને રૂમમાં ગોંધી રાખી તેની પાસેથી 400 રૂપિયા પડાવ્યા અને તેનો અર્ધનગ હાલતમાં વીડિયો ઉતારી લીધો બ્લેકમેઇલ કરી 50,000ની માંગણી પણ કરી. હાલ પોલીસે ચારેય શખ્સના વોટ્સએપ ગ્રૂપ અને તેની ડીલીટ કરેલી માહિતી રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીની ઉંમર 21થી 24 વર્ષ છે અને તેમનો કોઇ ગુનાહિત ઇતિહાસ પણ હાલ મળ્યો નથી.

Shah Jina