ખબર

ગુજરાતમાં આ જિલ્લામાં પાન-ચાની દુકાનો બંધ, આ જિલ્લામાં પાન-ફાકીના બંધાણીઓ ફફડાટ

હાલ કોરોના સંક્ર્મણ દિવસે-દિવસે વધતું જાય છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. આ વચ્ચે રાજકોટના કલેક્ટરને મહત્વનો નિર્ણય લીધો છે.

Image Source

રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહને ડિઝાસ્ટર એકટ કલમ-34હેઠળના પાવર અંતર્ગત ધોરાજી શહેરમાં આજથી અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવતીકાલથી ચા-પાનની દુકાનો, ગલ્લાઓ વગેરે બંધ રાખવાનો આદેશ કર્યો છે. હાલ માત્ર એક સપ્તાહ માટે આ નિર્ણય લેવાયો છે પરંતુ જરુર પડશે તો એ લંબાવવામાં આવશે.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, બપોરે 12 વાગ્યાની આસપાસ અમે આ જાહેરનામું બહાર પાડી રહ્યા છીએ. આ સિવાય રાજકોટ જિલ્લામાં ચા-પાન સિવાયની અન્ય દુકાનો ઉપર પણ સમયની પાબંદી મુકી દેવાનો નિર્ણય લઇ રહ્યા છીએ. રાજકોટ જીલ્લામાં અન્ય દૂકાનો સવારે 7 થી બપોરે 4 સુધી ખુલ્લી રાખી શકાશે.

Image source
Image source

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને જિલ્લા કલેકટર રેમ્યા મોહનએ રવીવારે ધોરાજીની મુલાકાત લઇ પરિસ્થતિ તાગ મેળવ્યો હતો. પરિસ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ભીડ એકત્ર ન થાય તેવા આશયથી ચા -પાનની દુકાનો ધોરાજીમાં આજથી જ બંધ કરાવી છે.

Image source

આ સાથે જ રાજકોટ જિલ્લામાં માસ્કની અમલવારી કડકાઈથી કરાવવા માટે પોલીસ તંત્રને કડક સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં માસ્કની અમલવારી વધુ મજબૂતાઈથી કરાવવા માટે પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.