રંગીલા રાજકોટમાં પતિના આ કાળા કામે લીધો પરણિતાનો ભોગ, ઝેરી દવા પીધી અને બે બે બાળકોએ ગુમાવી માતા

ઘોર કળયુગ: બેશરમ પતિના આવા કાંડથી કંટાળી પત્નીએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી, બિચારા બે બાળકોનું શું?

ગુજરાતમાંથી પતિ પત્ની અને વોના કિસ્સાઓ સતત સામે આવતા જોવા મળે છે, આવા સંબંધોના ગંભીર પરિણામો પણ સામે આવતા આપણે સોશિયલ મીડિયા અને સમાચારમાં જોતા જ હોઈએ છીએ, ત્યારે રાજકોટમાંથી પણ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં પતિના આડા સંબંધોથી કંટાળીને એક મહિલાએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કોઠારિયા રેલવે સ્ટેશનની સામે રહેતા 28 વર્ષીય રીનાબેન વિજય ખીમજી પરમારે પતિના અનૈતિક સંબંધથી કંટાળીને પોતાના ઘરમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોતે ઝેરી દવા પીધી છે તેની જાણ રીનાબેને તેમના ભાઈ પંકજ અને પતિ ખીમજીને ફોન કરીને કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

રીનાબેનના ભાઈ પંકજને જાણ થતા જ ઘરે દોડી આવ્યો હતો અને સારવાર માટે રીનાબેનને મવડીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ રીનાબેનની હાલત વધુ ગંભીર જોતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવા કહ્યું હતું, પરંતુ સિવિલ હોસ્પિટલમાં રીનાબેનને વધુ સારવાર મળે એ પહેલા જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જેના બાદ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બબનાવની જાણ થતા જ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં પરણિતાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. જેના બાદ પોલીસે રીનાબેનના આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી. જેમાં રીનાબેનના નાના ભાઈ પંકજે પોલીસ સમક્ષ કેટલાક ખુલાસા પણ કર્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

પંકજે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પણ બહેન રીસામણે આવી હતી. સાતમ આઠમ નિમિત્તે માવતરે જવા બાબતે પણ ઝઘડો થયો હતો. ખીમજીને અન્ય સ્ત્રી સાથે પણ સબંધ હોવાથી અવાર નવાર ઝગડા ચાલતા હતા. જેનાથી કંટાળીને ગત રોજ સવારે તેમની બહેને ઝેરી દવા ગટગટાવી લીધી હતી, સાસરિયાં પક્ષના લોકો સમયસર સારવાર અર્થે પણ લઈ ન ગયા હોવાનું પણ પંકજે જણાવ્યું હતું. જેના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રીનાબેનને લગ્ન બાદ બે સંતાનો પણ છે જેમાં એક દીકરો અને એક દીકરી છે, તેમના લગ્ન પાંચ વર્ષ પહેલા વિજય પરમાર સાથે થયા હતા. જે ડ્રાઈવિંગનું કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક વર્ષ પહેલા પણ રીનાબેનને તેમના પતિ સાથે ઝઘડો થતા તે પિયર પાછા આવી ગયા હતા. જેના બાદ માતા પિતાએ સમજાવીને સંધાન કરતા 15 દિવસ બાદ સાસરે પરત ગયા હતા.

Niraj Patel