ભાઈને રાખડી કોણ બાંધશે? રાજકોટમાં થયેલા અકસ્માતમાં ડોક્ટર વિદ્યાર્થીઓના કટકા થઇ ગયા- પરિવારના આક્રંદથી પથ્થર પણ પીગળી જાય

રક્ષાબંધન આવે એ પહેલા જ એકની એક બેન ગુમાવી, અકસ્માતમાં કુલ 4-4 ડોક્ટરના થયા મૃત્યુ…લાડલી દીકરી ફોરમ પણ…

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે, ત્યારે ગઇકાલે રાજકોટ કાલાવાડ રોડ ઉપર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 4 ડોક્ટર્સના મોત નિપજ્યા હતા. ત્યારે તેમાંથી એક મૃતક હતી જેનું નામ ફોરમ ધ્રાંધરિયા હતુ, જેની ઉંમર 21 વર્ષ હતી. તે કોઠારિયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતી હતી. તે કોલેજમાં ચોથા વર્ષમા અભ્યાસ કરતી હતી અને તેને એક ભાઇ હતો. પરિવારમાં દીકરીના નિધનથી શોકની લહેર વ્યાપી ગઇ છે. ત્યારે બીજો એક મૃતક આદર્શભારતી જેની ઉંમર 22 વર્ષ છે અને તે બે ભાઇ બહેનમાં નાનો હતો.

સિમરન ગીલાણી જેની ઉંમર 22 વર્ષ છે અને તે નહેરૂનગરના ખુણે રૈયા રોડ રહે છે અને કૃપાલી ગજ્જરજેની ઉંમર 22 વર્ષ છે અને તે ગોંડલ રોડ રહે છે તેને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં સાંજે ચાર વાગ્યા આસપાસ સિમરને ચાલુ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. કૃપાલીની હાલત પણ ગંભીર જણાવાઇ રહી છે.

રાજકોટથી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી હતી ત્યારે આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલી GJ-03-KC-8475 નંબરની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાના કારણે તે બસની નીચેના ભાગમાં ઘુસી ગઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારને બસ નીચેથી બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી. JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

Shah Jina