રાજકોટમાં 30 વર્ષ પહેલા આધેડ સગીરાને લઈને ભાગી હતો, 70 વર્ષની ઉંમરે બે બાળકો પેદા કર્યા બાદ ઝડપાયો

રંગીલા રાજકોટની સગીરાને 30 વર્ષ પહેલા 70 વર્ષનો બુઢો ભગાડી ગયો અને અત્યારે ખુલ્યું મોટું રાઝ

ઘણા લોકો પ્રેમમાં ખુબ જ આંધળા બની જતા હોય છે, પ્રેમમાં ના ઉંમરનો તફાવત જુએ છે ના જાતિના બંધનો તેમને નડતા હોય છે.આવું હાલના યુગમાં જ નહીં પરંતુ પહેલા પણ થતું હોવાના ઘણા કિસ્સાઓ મળે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ રાજકોટ ધોરાજીના સુપડી ગામેથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 30 વર્ષ પહેલા એક 40 વર્ષનો આધેડ સગીર યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, જેના બાદ યુવતીને બે સંતાનો પણ થયા અને હવે 30 વર્ષ બાદ જયારે આધેડ 70 વર્ષનો થયો ત્યારે તે ઝડપાયો છે.

મળતી માહિતી પ્રમાણે વર્ષ 1991માં 40 વર્ષનો આરોપી ધીરુ પોલ નામનો વ્યક્તિ સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ભાગી ગયો હતો. યુવતીને લઈને ભાગી ગયા બાદ તે સુરત ચાલ્યો ગયો હતો. જ્યાં યુવતી સાથે તે પાંચ વર્ષ રહ્યો

અને યુવતી બે વાર ગર્ભવતી પણ બની હતી જેને બે સંતાનો પણ થયા હતા, પરંતુ બંને સંતાનો બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. સગીરા પણ પાંચ વર્ષ તે આધેડ સાથે રહ્યા બાદ ક્યાંક ભાગી ગઈ હતી.

તો આ મામલે હવે ધોરાજી પોલીસ મથકે ગુન્હો નોંધી 30 વર્ષથી ભાગતા ફરતા આ આધેડ ઉપર કલમ 363,366 દાખલ કરી લીધી છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે.

Image Source

આરોપી આધેડ સગીરાના માતા પિતા સાથે મજૂરી કામ કરતો હતો અને સગીરાના બાજુના ઘરમાં રહેતો હતો. તે સમયે તેની ઉંમર 40 વર્ષની હતી અને સગીરાની ઉંમર 17 વર્ષની હતી. ત્યારે તેનું અપહરણ કર્યું હતું. 5 વર્ષ આધેડ સાથે રહ્યા બાદ સગીરા ક્યાંક ચાલી ગઈ છે, તે ક્યાં ગઈ છે તે હજુ રહસ્ય અકબંધ છે. પોલીસ હવે તેની શોધખોળ કરી રહી છે.

Niraj Patel