ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સનો આપઘાત, ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીએ કરી પરિવારને જાણ

ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું:રાજકોટમાં 20 દિવસ પહેલા મહિલાએ ફ્લેટ ખરીદ્યો ને 3 દિવસ પહેલા રહસ્યમયી આપઘાત, કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, માનસિક-શારીરિક હેરાનગતિ કે બીમારી કારણ હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી આપઘાતની ઘટના સામે આવે છે. ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો છે.

ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સનો આપઘાત

26 વર્ષીય કાજલ કોટડીયાએ રાજકોટના વેરાવળ ખાતે શ્રીજી સોસાયટી ખાતે આવેલા બિલિપત્ર એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. રવિવારે કાજલના ફ્લેટમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ બિલ્ડર પાસેથી નંબર મેળવ્યો અને તેના પિતાને જાણ કરી. જે બાદ શાપર વેરાવળ પોલીસની હાજરીમાં દરવાજો ખોલવામાં આવ્યો અને તે બાદ અંદર જોયુ તો ગળે ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી કાજલની લાશ જોવા મળી.

ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીએ કરી પરિવારને જાણ

ત્યારે આ ઘટના મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, લગભગ 15-20 દિવસ પહેલા જ કાજલ કોટડીયાએ તે ઘર ખરીદ્યુ હતું. દીકરીએ ફ્લેટ ખરીદ્યા બાદ તેના પિતા પત્ની અને પુત્ર સાથે દિવાળી માણવા વેરાવળ પણ આવ્યા હતા. જો કે, તેઓ 15 તારીખના રોજ તાલાલા ગીર વડાળા ખાતે જતા રહ્યા હતા.

File Pic

20 દિવસ પહેલા જ મૃતકે ખરીદ્યો હતો ફ્લેટ 

પરંતુ 16 તારીખ બાદ પિતાનો દીકરી સાથે કોઈ સંપર્ક થઇ શક્યો નહોતો. તેમણે દીકરીને ફોન પણ કર્યો પરંતુ તેનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો. એવી માહિતી છે કે મૃતક છેલ્લા કેટલાય વર્ષથી રાજકોટ ખાતે રહીને નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. જો કે, હાલ તો કાજલના આપઘાતનું કોઈ કારણ સામે આવ્યુ નથી, તેથી પોલીસે મોબાઈલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina