રાજકોટ: લોકમેળામાં ચકડોળની મઝા માણી રહેલી યુવતીને આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Rajkot Heart Attack News : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જેતપુરની 20 વર્ષીય યુવતીનું જન્માષ્ટમીનાં મેળામાં ચકડોળમાં હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યુ. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે જ બે યુવાનોના પણ હાર્ટ એટેકથી મોત થયા છે.
20 વર્ષિય યુવતિને આવ્યો લોકમેળામાં હાર્ટ એટેક
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢનાં ભેસાણ તાલુકાના ગળથ બરવાળા ગામની અંજનાબેન ગોંડલીયાની થોડા દિવસ પહેલા સગાઇ થઇ હતી અને તે સાસરે જન્માષ્ટમીનો મેળો માણવા ગઇ હતી. ત્યારે યુવતી ચકડોળમાં બેઠી હતી તે જ સમયે તેને હાર્ટ એટેક આવ્યો,
રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે 3 યુવાઓના થયા મોત
અચાનક ચક્કર આવ્યા બાદ તેને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલ અને પછી સરકારી હોસ્પિટલ ખસેડાઈ. જો કે, તેનું મોત થતા પરિવાર અને ગામમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. જણાવી દઇએ કે, રાજકોટમાં જ જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં 25 વર્ષીય જતીન સરવૈયાનું પણ હાર્ટ એટેકથી મોત થયુ હતુ.
ત્યારે ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય એક બનાવમાં જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા વિજય મેઘનાર્થીને ઘરે હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઇ જવાયો હતો, પણ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.