રાજકોટ : બહેનના લગ્નની કંકોત્રી આપવા જઇ રહેલા યુવકને ફોર્ચ્યુનર કારે લીધો અડફેટે, ત્રણ બહેનોના એકના એક ભાઇનું થયુ મોત

રાજકોટમાં ત્રણ બહેનોના એકના એક ભાઇનું થયુ મોત, લક્ઝુરિયસ ફોર્ચ્યુનરે બાઇકવાળાને ફૂટબોલની જેમ ઉછાળ્યો જુઓ વીડિયો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી અવાર નવાર અકસ્માતોના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં કેટલાક લોકોના મોત નિપજતા હોય છે, તો કેટલાકને ગંભીર ઇજા પહોંચતી હોય છે. ત્યારે હાલમાં જ રાજકોટમાંથી એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કારચાલકની બેદરકારી સામે આવી છે. આ ઘટના રવિવારના રોજની છે. કોસ્મોપ્લેક્સ નજીક પુરપારટ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારે એક્ટિવાને અડફેટે લીધુ હતુ. આને પગલે એક્ટિવા સવાર યુવક પાંચ ફૂટ જેટલો હવામાં ફંગોળાયો હતો અને રસ્તા પર ધડામ દઇને પટકાયો હતો.

આ યુવકના ઘરે લગ્ન પ્રસંગ હતો અને તેને લઇને જ તે કંકોત્રી આપવા જઇ રહ્યો હતો. આ દરમિયાન તેને અકસ્માત નડતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનામાં ત્રણ બહેનોએ તેમનો એકનો એક ભાઇ ગુમાવ્યો છે. આ ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ જવા પામી હતી. મૃતક યુવકનું નામ મનીષ તરૈયા હોવાનું સામે આવ્યુ છે.

તે તેની પિતરાઇ બહેનના લગ્નની કંકોત્રી આપવા જતો હતો અને આ દરમિયાન જ ફોર્ચ્યુનર કારે તેને ટક્કર મારી હતી. જેને લીધે તે પાંચ ફૂટ હવામાં ફંગોળાઇ હવામાં પટકાયો હતો. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ બીજી એક અકસ્માતની ઘટના પણ સામે આવી હતી. જેમાં કાલાવડ રોડ પર તેજ રફતારે જઇ રહેલી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ઊંધી થઇ ગઇ હતી.

ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતો આ અકસ્માત થયો હતો. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇને જાનહાનિ થવા પામી ન હતી. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ જવા પામ્યા હતા.

Shah Jina