રાજકોટ : લાઇટ જતા પરિવારે રોશની કરવા માટે દીવો કર્યો અને તે બાદ એવું થયુ કે લાગી ગઇ આગ, એક વર્ષની બાળકીનું આગની ચપેટમાં આવવાને કારણે થયું મોત

ગુજરાતમાંથી ઘણીવાર આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે અને ઘણીવાર આવી દુર્ઘટનામાં ઘણા લોકોના મોત પણ થઇ જતા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે, આવી દુર્ઘટનામાં નાના બાળકો જીવતા ભડથુ થઇ જતા હોય છે અને તે પણ તેમના માતા-પિતાની નજર સમક્ષ. હાલ આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. સોમવારે રાત્રે 11 વાગ્યા આસપાસ રાજકોટના કુવાડવા પોલિસ સ્ટેશન પાસે ઝૂંપડામાં આગ લાગી હતી અને તેમાં એક 8-10 વર્ષની બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતા તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાં એક બાળકી છે કે જેની ઉંમર એક વર્ષની છે તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. આ ઉપરાંત એક બાળકી અને યુવકની હાલત વધારે ગંભીર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યુ છે.

ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટના કુવાડવા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેવનગર પાસે ઝૂંપડામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઝૂંપડામાં લાઇટો જતી રહી હતી અને રોશની માટે દીવો કરવામાં આવ્યો હતો ત્યારે દીવો પવનના કારણે બુઝાઇ ગયો અને બીજી વ્યવસ્થા કરવાની ફરજ પડી ત્યારે શીશો ભરી દીવાસળી સળગાવતા તેમાં ભડકો થયો અને જોતજોતામાં આ આગમાં બાળકી સહિત ચાર લોકો આગની ચપેટમાં આવી ગયા.

આ બધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ, 108ની ટીમ અને કુવાડવા પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી હતી. ચંગાભાઈ સોલંકી, પ્રિયા સન્નીભાઈ સોલંકી, ભાવુબેન ચંગાભાઈ સોલંકી, પૂંજી ચંગાભાઈ સોલંકી, રૂપા સુનીલભાઈ સોલંકી અને બે બાળક દાઝી જતાં તમામને  હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું, જ્યારે પ્રિયા અને ભાવુબેનની હાલત ઘણી ગંભીર છે. જો કે, આ ઘટનામાં એક દીકરી બચી ગઇ હતી.

આ આગમાં ઝૂંપડુ બળીને ખાખ થઇ ગયુ હતુ, ત્યારે હવે ઠંડીમાં ગરીબ પરિવારના માથા પરથી આશરો પણ છીનવાઇ ગયો અને ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિનું નિર્માણ થયુ. એક વર્ષની બાળકીનું મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. સિવિલ હોસ્પિટવમાં બર્ન્સ વિભાગમાં એક જ ડોક્ટર હતા અને તેના કારણે સારવારમાં મુશ્કેલી થઇ હતી અને પાંચ બાળક તેમજ બે મહિલા દાઝેલી હાલતમાં આવ્યા જેના કારણે તેમની સારવાર તાકીદે કરવાની જરૂર પડી હતી. પરંતુ ત્યાં સાત દર્દીઓ વચ્ચે એક જ ડોક્ટર હતા અને તેને કારણે દર્દીને પણ સારવાર કરાવવા માટે રાહ જોવી પડી હતી.

ઝૂંપડાની વાત કરીએ તો, ચનાભાઇ છે તેઓ ભંગાર વીણવાનું કામ કરે છે અને સારવાર લઇ રહેલા રૂપાબેન છે તે મૃકના માસી છે. તે બહારગામથી આવ્યા હતા અને તે પણ આ આગની ચપેટમાં આવી ગયા. મૃતકને એક ભાઇ અને ચાર બહેનો છે. હાલ ફોરેન્સિક ટીમ આગ લાગવાનું કારણ તપાસી રહી છે.

Shah Jina