હે રામ, નવી જનરેશન કેવી છે સાવ…. મમ્મીએ ફોન મૂકીને વાંચવાનું કહેતા કોલેજીયન યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત- જાણો સમગ્ર ઘટના
ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. છેલ્લા ઘણા સમયમાં તો વિદ્યાર્થીના આપઘાતના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે, ત્યારે હાલમાં વધુ એક મામલો સામે આવ્યો છે રાજકોટમાંથી. જ્યાં એક કોલેજીયન યુવતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો.
ધૂળેટીના પર્વ નિમિત્તે આ દુખદ ઘટના રાજકોટમાં બની હતી. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક યુવતીએ તેના ઘરે જ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આપઘાત કરવા પાછળનું કારણ માતાનો ઠપકો જણાવવામાં આવી રહ્યુ છે.
મૃતકની માતાએ તેને મોબાઇલ મામલે ઠપકો આપ્યો હતો અને આ વાતે લાગી આવતા તેણે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ હતુ. ત્યારે કોલેજીયન યુવતીની આપઘાતની ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઇ હતી .
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સહકારનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 18 વર્ષિય વિશ્વા ખાંડેરખા ગઇકાલના રોજ સવારે તેના ઘરે મોબાઇલ લઈને બેઠી હતી અને આ દરમિયાન જ તેની માતાએ નજીકમાં પરીક્ષા આવતી હોવાને કારણે મોબાઇલ મૂકી વાંચવા કહ્યુ.
જેના કારણે વિશ્વાને લાગી આવતા તેને પોતાના રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ લીધો. જ્યારે પરિવારજનોએ દરવાજો ખખડાવ્યા છત્તાં વિશ્વાએ ન ખોલ્યો તો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો અને દરવાજો તોડી દીધો. ત્યારે તેમણે વિશ્વાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. તેમજ પરિવારજનોના નિવેદન લેવાની તજવિજ હાથ ધરી હતી. ત્યારે જણાવી દઇએ કે, વિશ્વા કણસાગરા કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે એક ભાઈ એક બહેનમાં મોટી હતી.