ખબર

રાજકોટમાં ભાડાના મકાનમાં વિધવા મહિલા જેઠ સાથે મળીને એવું બેશરમ કામ કરતી કે રુવાડા ઉભા થઇ જશે

રાજકોટમાં શરીરની હવસ સંતોષવાના ધંધામાં ગ્રાહક દીઠ રૂ અધધધ લેતા હતાં જેમાંથી રૂ 500 યુવતીને આપતા હતાં

ગુજરાતમાંથી ઘણીવાર શરીર સંબંધનો ધંધો ચાલતો હોવાનો ખુલાસો થતો રહે છે. અવાર નવાર રાજકોટ, સુરત અને વડોદરા સહિત અમદાવાદમાંથી પણ આવા કાળા ધંધાનો પર્દાફાશ થાય છે. ત્યારે હાલ રાજકોટમાંથી ફરી એકવાર દેહવેપારનો ધંધો ચાલતો હોવાનુ સામે આવ્યુ છે. જેમાં ગોપાલ ચોક નજીક આવેલ બાલમુકુંદ સોસાયટી મેઇન રોડ પર સ્થિત એક ભાડાના મકાનમાં ચાલતુ કુટણખાનું ઝડપાયુ છે. આ મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને સંચાલક મહિલા સહિત ત્રણની ધરપકડ પણ કરવામાં આવી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત જોઇએ તો, આ કુટણખાનું તેજલબેન મયુરભાઇ લાઠીગરા ચલાવતા હતા. તે વિધવા છે. આ સાથે તેના જેઠ રમેશ અને રિક્ષાચાલક અજયની પણ પોલિસે ધરપકડ કરી છે. મહિલા અને તેનો જેઠ ચારેક દિવસથી ગોપાલ ચોક નજીક મકાન ભાડે રાખી દેહવેપારનો ધંધો કરતા હતા, તેવી બાતમી મળતા દરોડો પાડી બંનેની કાળી કરતૂતોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

બાતમી મળતા ઝોન-1 એલસીબી પીએસઆઇ એએલ બારસીયા અને મૌલિકભાઇ સહિત સ્ટાફે ડમી ગ્રાહક મોકલી આ ધંધાનો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલિસે રોકડ અને 3 મોબાઇલ સહિત 15 હજાર જેટલા રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે મહિલા સંચાલક તેજલબેનના પતિનું કેટલાક સમય પહેલા મોત થઇ ગયુ છે અને તે તેના જેઠ રમેશ સાથએ મળી મકાન ભાડે રાખી દેહવેપારનો ધંધો ચલાવતી હતી.

એ પણ સામે આવ્યુ છે કે આરોપીઓ રાજકોટની યુવતિ પાસે જ દેહવેપાર કરાવતા હતા જેને હાલ સાક્ષી બનાવવામાં આવી છે. આરોપીઓ ગ્રાહક પાસેથી 1500 રૂપિયા વસૂલતા હતા અને તેમાંથી ખાલી 500 રૂપિયા જ યુવતિને આપવામાં આવતા હતા. અજય ગ્રાહક પાસેથી પૈસા લેવાનું કામ કરતો હતો.હાલ તો પોલિસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.