...
   

રાજકોટ : ક્રિકેટ રમવા ગયેલો 14 વર્ષનો કિશોર મેદાનમાં ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતની શંકા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી આવી એક ઘટના સામે આવી. ક્રિકેટ રમવા ગયેલો 14 વર્ષનો કિશોર મેદાનમાં ઢળી પડ્યો અને તે બાદ મોતને ભેટ્યો. હાલ તો આ કિશોરનું મોત હાર્ટ અટેકથી થયું હોવાની શંકા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટના વાવડી પાસે આવેલા મહમદીબાગમાં રહેતો 14 વર્ષીય રેનીશ ક્રિકેટ રમતા રમતા અચાનક બેભાન થઈ ગયો અને તે બાદ તેનું મોત થયું. જો કે હૃદય રોગના કારણે હાલ તો રેનીશનું મોત થયુ હોવાનું પ્રાથમિક અનુમાન છે. રેનીશના મોતનું સાચું કારણ જાણવા પીએમ હાથ ધરાયુ છે.

File pic

નાની ઉંમરમાં કિશોરના મોતને કારણે પરિવારમાં ગમગીની છવાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ અટેકની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અગાઉના મહિનાઓમાં પણ 5 યુવાનો ક્રિકેટ રમતા રમતા કાર્ડિયાક અરેસ્ટના કારણે મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી ચૂકી છે.

Shah Jina