લો બોલો હવે તો નાના નાના વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક નથી છોડી રહ્યો…રાજકોટમાં ધોરણ-10નો 14 વર્ષિય વિદ્યાર્થી અચાનક સ્ટેજ પર ઢળી પડ્યો…થયુ મોત

રાજકોટમાં ધો. 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, સ્ટેજ પર જતા પહેલા પિતાને મોકેલેલી તસવીર અંતીમ છબી બની રહી

Rajkot Heart Attack News : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી રહ્યા છે અને આ સિલસિલો હજુ પણ યથાવતા છે. નાની નાની ઉંમરના લોકોના હાર્ટ એટેકથી મોત થતા લોકોમાં પણ ચિંતા વ્યાપી છે. ત્યારે હાલમાં રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ હતો અને આ દરમિયાન ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતા ધોરાજીનો મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ અચાનક તે ઢળી પડ્યો.

જે બાદ ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જો કે, તેને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થઇ ગયુ હતુ. ડોક્ટરે દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું જણાવતા એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પાડ્યુ હતુ. ગુરુપૂર્ણિમાનો ગુરુકુળમાં કાર્યક્રમ હતો, અને એટલે જ દેવાંશ અન્ય બે મિત્રો સાથે મળી પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી કાર્યક્રમની તૈયારી કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તે પડી જતાં બેભાન થઈ ગયો અને હોસ્પિટલમાં ખસેડવા દરમિયાન તેનુ સારવાર મળે એ પહેલાં જ મોત થઇ ગયુ. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યુ કે, દેવાંશને પહેલાથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતાં તો સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન દેવાંશના હૃદયનું જોવા મળ્યુ છે.

જો કે અચાનક આવેલા મોતનું કારણ શું છે એ જાણવા પીએમ હાથ ધરવામાં આવ્યું છે, હવે રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ સામે આવી શકશે. જણાવી દઇએ કે, દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી પણ સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા હતા, જે બાદ હરિભક્તોમાં ભારે ચિંતા વ્યાપી હતી. જો કે, હાલ તો તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.

 

Shah Jina