ખબર ફિલ્મી દુનિયા

રજનીકાંતના કો-એક્ટર ઝઝૂમી રહ્યો છે કેન્સર જેવી બીમારી સામે, સારવાર માટે પૈસા જ નથી, જુઓ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી વધુ એક એક્ટરને પૈસાના કારણે લોકો પાસેથી મદદ માંગવી પડી છે. તમિલ એક્ટર અને રજનીકાંતનો કો-એક્ટર થવાસીનો મદદ માંગતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ Annaattheમાં કામ કરનાર કોમેડિયન એક્ટર થાવસી પાસે ઇલાજના પૈસા પણ નથી.

Image source

ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર તે કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. જેના કારણે તેનું વજન પણ ઓછું થઇ ગયું છે.સોશીયલ મીડિયામાં મદદનો વિડીયો વાયરલ થતા હવે તેનો મફતમાં ઇલાજ થશે. તિરૂંપારંકુંદરમના ધારાસભ્ય ડોક્ટર પી. સરવનનએ થાવસીનો સંપર્ક કર્યો છે અને તેના ઈલાજની વ્યવસ્થા કરાવી છે. એક્ટરને સરવના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડોક્ટર પી. સરવનને જણાવ્યું હતું કે અભિનેતા થાવાસીની હાલત હવે સારી છે અને સૂર્યા ટ્રસ્ટ તેમની સારવારનો ખર્ચ ઉઠાવશે. અગાઉ,થાવસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તેણે છેલ્લાં 30 વર્ષોમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image source

પરંતુ તેણે ક્યારેય વિચાર્યું નથી કે તે આ ભયાનક રોગનો ભોગ બનશે. આ બીમારીને કારણે તે બરાબર બોલી શકતો નથી. તેણે તેમની સાથે રહેલ અભિનેતાઓને મદદ કરવા કહ્યું જેથી તે ફરીથી તેમની સાથે કામ કરી શકે.

Image source

આ અગાઉ ધારાસભ્ય ડોક્ટર સારાવનને 11 નવેમ્બરના રોજ ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે લોકોને થાવસીની મદદ કરવા અપીલ કરી હતી. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, આ એક્ટર જેને લોકોને ખુબ જ હસાવ્યા છે. ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. થાવાનીએ રજનીકાંતની આગામી ફિલ્મ અન્નાથેમાં પણ કામ કર્યું છે.