સુરતની ગ્રીષ્માની હત્યા બાદ સામે આવ્યા લોકગાયક રાજભા ગઢવી, જુઓ કડક શબ્દોની અંદર શું કહ્યું તેમને વીડિયોમાં

સુરતમાં થેયલી માસુમ ગ્રીષ્માની હત્યાના પડઘા આજે આખા ગુજરાતની અંદર પડી રહ્યા છે. તેની હત્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. આ ઘટનાને લઈને હવે ગુજરાતના લોકપ્રિય લોક ગાયક રાજભા ગઢવી પણ સામે આવ્યા છે. તેમને પણ આ ઘટનાને લઈને એક વીડિયો તેમના ફેસબુક એકાઉન્ટમાં શેર કર્યો છે અને કડક શબ્દોમાં આ ઘટનાને વખોડી નાખી છે.

રાજભા ગઢવીએ સુરતમાં બનેલી આ ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમને વીડિયોની અંદર જણાવ્યું છે કે દીકરીની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી અને લોકોનું ટોળું ઉભું રહીને જોતું રહ્યું, કોઈ વીડિયો બનાવવા લાગ્યું. વીડિયો બનાવવા એ સારી બાબત છે કારણ કે તેનાથી સાબિતી રહી શકે, પરંતુ કોઈ શૂરવીર એવો ના હતો ત્યાં કે તેને એક પથ્થર મારીને પેલાને પાડી દીધો હોય.

આ ઉપરાંત રાજભા ગઢવી એમ પણ કહી રહ્યા છે કે આજની પેઢીને શૂરવીરોની કથાઓ સંભળાવવી જોઈએ. વિવિધ ડેમાં બીજી બધી ભેટો આપવાના બદલે ભગવદ ગીતા, રામાયણ જેવા પુસ્તકો આપવા જોઈએ. જેના કારણે સંસ્કારોનું સિંચન થઇ શકે. રાજભા એમ પણ કહી રહ્યા છે કે આટલા મોટા ટોળા વચ્ચે એક દીકરીની હત્યા કરી નાખે તો કેવા નપુસંક લોકો ભેગા થયા હશે. કોઈનામાં ખુમારી ના જાગી. અને ખુમારી ત્યારે જાગેને જયારે સારી કથા સાંભળી હોય. શૂરવીરોની, દાતાઓની.

રાજભા ગઢવી આગળ વીડિયોમાં જણાવી રહ્યા છે કે તમામ બાળકોને ખેતરમાં પાવડા પકડાવતા પણ શીખવો જેના કારણે તેમને ખબર પડી શકે કે કેવી રીતે સામે વાળાને પાડી શકાય, પાણો મારીને તેને હેઠો પાડી શકાય. આજના બાળકો ક્યાં જાય છે શું કરે છે તે માતા-પિતાને પણ ખબર નથી હોતી, તેમને પોતાના બાળકોને સ્વતંત્ર રાખવા છે. અંતમાં તેમને કહ્યું કે ભારતને ભારતમાં રહેવા દેજો.

Niraj Patel