બ્લુટુથ ઈયરફોન વાપરનારા માટે ચેતવણી રૂપ કિસ્સો, એક યુવકને ગુમાવવો પડ્યો હતો જીવ, હૃદય કંપાવી દેનારી ઘટના

Bluetooth કે ઈયરફોન કાનમાં ભરાવો છો? જલ્દી વાંચી લો આ કિસ્સો નહિ તો….

આજે મોટાભાગના લોકો હાથમાં ફોન પકડી રાખીને વાત કરવાની બદલે હેડફોન કે બ્લુટુથ હેન્ડ્સફ્રી વાપરતા હોય છે. ત્યારે માર્કેટની અંદર હવે ઘણા પ્રકારના બ્લુટુથ હેન્ડ્સફ્રી મળે છે. પરંતુ ઘણીવાર આવા ઉપકરણો જીવ માટે જોખમકારક પણ સાબિત થઇ શકે છે. હાલ એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ ઘટના સામે આવી છે રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરમાંથી. જ્યાં એક યુવકનું બ્લુટુથ હેન્ડ્સફ્રીમાં બ્લાસ્ટ થવાના કારણે મોત થઇ ગયું. આ પહેલા પણ દેશમાંથી એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં મોબાઈલ ફોન અને પાવર બેંક બ્લાસ્ટ થયા હોય. પરંતુ આ પહેલો એવો મામલો સામે આવ્યો છે જેમાં બ્લુટુથ હેન્ડ્સફ્રીમાં બ્લાસ્ટ થયો હોય.

આ મામલો જયપુરથી લગભગ 50 કિલોમીટર દૂર ચૌમૂ વિસ્તારના ઉદયપુરિયા ગામનો છે, જ્યાં રાકેશ નગર પોતાના ઘરમાં મોબાઈલ ફોન ઉપર ગીતો સાંભળી રહ્યો હતો. તેને પોતાના મોબાઈલને ઈયરફોન સાથે એટેચ કરી રાખ્યો હતો. બંને કાનમાં બ્લુટુથ બડ્સ લાગ્યા હતા.

અચાનક જ ઈયરફોનના બંને બડ્સ ધડાકા સાથે ફાટી ગયા અને રાકેશના બંને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે રાકેશ બેભાન થઈને જમીન ઉપર પડી ગયો. જેના બાદ ઉતાવળમાં જ તેના પરિવારજનો તેને નજીકની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં તપાસ કર્યા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

રાકેશના પરિવારજનોના જણાવ્યા અનુસાર લગભગ લગભગ 28 વર્ષનો રાકેશ મોટાભાગે ઈયરફોન લગાવીને જ ફોન ઉપર વાત કરતો હતો અને મોબાઈલ ઉપર ગીતો સાંભળતો રહેતો હતો. રાકેશના મોત ઉપર ડોક્ટરનું કહેવું છે કે તેનું મોટ કાર્ડિયેક એરેસ્ટના કારણે થયું છે. જયારે ઈયરફોન ફાટ્યા ત્યારે જોરથી અવાજ આવવાના કારણે તેને કાર્ડિયેક એરેસ્ટ આવી ગયો.

Niraj Patel