ચિતા માટે લાકડાઓ પણ ન લાવી શક્યો પરિવાર : 28 વર્ષની અનુરાધા પૂરા પરિવાર માટે કમાતી હતી, તેના જ અંતિમ સંસ્કાર માટે પૈસા પણ ન હતા

દીકરીનું અચાનક જ થયું મૃત્યુ, વૃદ્ધ મા-બાપ અને મંદબુદ્ધિ ભાઇનો સહારો હતી, અંતિમ સંસ્કાર માટે પૈસા પણ ન હતા ઘરમાં

ઘર ચલાવતી દીકરીના મોતથી સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જેના કારણે ઘરનો ચૂલો સળગી રહ્યો હતો. તે પૈસા કમાતી અને તેની માતાની દવાઓ સમયસર લાવતી. તેણે આખા પરિવારની કાળજી લીધી. જ્યારે તેનું અવસાન થયું ત્યારે પરિવારના સભ્યો અંતિમ સંસ્કાર માટે લાકડા પણ એકત્રિત કરી શક્યા ન હતા. મુશ્કેલી એટલી હતી કે ઘરમાં અંતિમ સંસ્કાર કરવા માટે પૂરતા પૈસા નહોતા. બાદમાં સમાજના લોકોએ આગળ આવીને અંતિમ સંસ્કારમાં મદદ કરી હતી. આખા પરિવારનો ખર્ચો ચલાવતી આ દીકરી હવે આ દુનિયામાં નથી. તેને હાર્ટ એટેક આવ્યો અને તે બધાને છોડી ચાલી ગઇ. આખા પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે.

હવે વૃદ્ધ માતા-પિતા, મંદબુદ્ધિ ભાઈનો ખર્ચ કોણ ઉઠાવશે ? હવે બે ટાઈમના રોટલાની વ્યવસ્થા કોણ કરશે ? એ એક મોટો પ્રશ્ન છે. શનિવારે 28 વર્ષીય અનુરાધાનું હાર્ટ એટેકથી મોત થયું હતું. અનુરાધા જયપુરની એક ટેલિકોમ કંપનીમાં 10-12 હજારની સાધારણ નોકરી કરતી હતી. તેની કરોડરજ્જુમાં દુખાવાને કારણે તે છેલ્લા 6 મહિનાથી કામ પર જઈ શકતી ન હતી. જ્યારે કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે જે પણ બચત હતી તે બધી ખર્ચ થઇ ગઇ હતી. પરિસ્થિતિ એવી બની કે જ્યારે અનુરાધા કમાતી હતી ત્યારે ઘરમાં રાશન આવતું હતું.

અનુરાધા 6 મહિનાથી બેરોજગાર હતી. તે જયપુરના જગતપુરામાં પીજીમાં રહેતી હતી. એક સંબંધીએ બહુ ઓછા ખર્ચે પીજી આપ્યું હતું. કેટલાક દિવસોથી તે અલવરમાં તેના ઘરે હતી. શનિવારે બપોરે અનુરાધાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારના સભ્યો અનુરાધાને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. રવિવારે બીજા દિવસે સમાજના લોકોની મદદથી દાન એકત્ર કર્યા બાદ અનુરાધાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકરો હિમાંશુ શર્મા અને અનિલ યાદવે લાકડાની વ્યવસ્થા કરી હતી.

અનુરાધાએ 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ભાઈ મેન્ટલી વીક છે. તેથી પરિવારના ખર્ચની જવાબદારી તેના ખભા પર આવી ગઈ. વર્ષ 2015-16માં તેણે અલવરમાં જ દક્ષા હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટની નોકરી લીધી. આ પછી તેણે નાની-નાની નોકરીઓ કરીને પરિવારનો ખર્ચ ઉઠાવ્યો. જયપુરમાં તે એક ટેલિકોમ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ હતી. છેલ્લા 6 મહિનાથી કરોડરજ્જુના દુખાવાના કારણે તે કામ પર જઇ શકતી ન હતી. આ દરમિયાન પિતા મેડિકલ સ્ટોરમાં 4-5 હજારની નોકરી કરતા હતા. આ કિસ્સો રાજસ્થાનના અલવરમાંથી સામે આવ્યો છે.

અનુરાધાના સંબંધી અનિલ કહે છે કે ભાઈ મંદબુદ્ધિ છે. પરિવારના ખર્ચને પહોંચી વળવા માટે તેને પેન્શન મળવું જોઈએ. સરકારે સર્વે કરીને કેટલીક વ્યવસ્થા કરવી જોઈએ. અંતિમ સંસ્કાર માટે લગભગ 5થી 6 હજાર રૂપિયા લાગે છે. માત્ર 5 ક્વિન્ટલ લાકડું લગભગ 5 હજાર રૂપિયામાં મળે છે. લાકડાના વિક્રેતાઓ કહે છે કે લાકડાના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. તેમ છતાં જો કોઈ ગરીબ આવે તો તેનો દર ઓછો કરે છે, પરંતુ કેટલાક લોકો પોતાની લાચારી બધાની સામે કહી શકતા નથી.

Shah Jina