રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં થયો વધારો: મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની જામીન અરજીનો કર્યો વિરોધ, જાણો શું કહ્યું

બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લઇ રહી, ગંદી ફિલ્મો બનાવવાના આરોપમાં રાજ કુન્દ્રા જેલની અંદર બંધ છે. ત્યારે આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ તેની જમીન અરજી ઉપર સુનાવણી થવાની હતી, પરંતુ જેને ટાળીને હવે 20 ઓગસ્ટના રોજ તેની જામીન અરજી ઉપર સુનાવણી કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસે જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટને જણાવ્યું કે તેમને જામીન આપવા ઉપર સમાજને ખોટો સંદેશ મળશે. પોલીસે એ પણ કહ્યું કે જો રાજ કુન્દ્રાને જામીન ઉપર છોડવામાં આવશે તો તે ફરીવાર આવો અપરાધ બીજીવાર કરી શકે છે અને દેશ છોડીને ભાગી પણ શકે છે. પોલીસે આમ એટલા માટે કહ્યું છે કે રાજ કુન્દ્રા પાસે બ્રિટેનની નાગરિકતા છે.

રાજ કુન્દ્રા હાલમાં આર્થર રોડ જેલની અંદર ન્યાયિક હિરાસતમાં છે. તેને પોતાની જામીન યાચિકામાં કહ્યું હતું કે પોલીસે એપ્રિલ મહિનામાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. તેમાં તેનું નામ નહોતું અને ના આ કેસ સાથે સંબંધિત એફઆઈઆરમાં તેનું નામ હતું. આ યાચિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસની જૂની ચાર્જશીટમાં જે લોકોના નામ છે તે જામીન ઉપર બહાર છે અને મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા રાજ કુન્દ્રાની જામીન યાચિકા ખારીજ કરીને ભૂલ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ આ જામીન અરજીનો વિરોધ કરતા જણાવવામાં આવ્યું કે રાજ કુન્દ્રા પાસે ભારતીય નહિ પરંતુ બ્રિટિશની નાગરિકતા છે. જામીન મળવા ઉપર તે દેશ છોડીને ભાગી શકે છે અને પછી તેને પકડવો મુશ્કેલ બની જશે. પોલીસે એમ પણ જણાવ્યું કે એ વાતથી ઇન્કાર નથી કરી શકાય એમ કે વીડિયો ભારતની બહારથી અપલોડ કરવામાં આવ્યા છે, કારણ કે રાજ કુન્દ્રાની પહોંચ બહુ જ ઉપર સુધી છે.

પોલીસે આ મામલામાં એમ પણ જણાવ્યું કે કેસની અંદર આરોપ લગાવનારી મહિલા ખુબ જ ગરીબ છે અને જો રાજ કુન્દ્રાને છોડવામાં આવે છે તો તે પોતાના પ્રભાવથી સાબિતીઓને પણ નષ્ટ કરી શકે છે. આ પહેલા 28 જુલાઈના રોજ કિલા કોર્ટ દ્વારા પણ રાજ કુન્દ્રાની જામીન અરજી ખારીજ કરી દેવામાં આવી હતી.

Niraj Patel