વરસાદમાં સામાન્ય માણસ જ નહિ પરંતુ કેન્દ્રીય મંત્રીના ઘરમાં પણ ઘુસ્યું પાણી, આખું ઘર થયું પાણીથી તરબોળ.. વીડિયો થયો વાયરલ

દેશભરમાં ઠેર ઠેર અનરાધાર વરસાદ વરસ્યો છે, આ વરસાદમાં સામાન્ય માણસ હેરાન પરેશાન થઇ ગયા છે, ઘણી જગ્યાઓ એવી છે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સામાન્ય માણસ જ નહિ પરંતુ કેન્દ્રીય મંત્રીના ઘરમાં પાણી ઘૂસેલું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મધ્યપ્રદેશના અનેક શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજધાની ભોપાલ અને છિંદવાડામાં ભારે વરસાદને કારણે હાલત ખરાબ છે. જ્યારે આકાશમાંથી આફતનો વરસાદ થયો ત્યારે છિંદવાડા જિલ્લાના સોસરની મધ્યમાં વહેતા નાળામાં પણ પૂર ઘસી આવ્યું. તો ત્યાં જ ભોપાલમાં વરસાદની મોસમ ચાલુ છે. નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સત્તાવાર આવાસમાં પણ પાણી ઘૂસી ગયું હતું.

પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તે બધા રૂમમાં પ્રવેશી ગયો. ઘરમાં હાજર સ્ટાફ આખી રાત રૂમમાંથી પાણી કાઢતો રહ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે પાણી ઘૂસી જવાને કારણે રૂમમાં હાજર કિંમતી સામાન અને ફર્નિચરને નુકસાન થયું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને તાજેતરમાં ભોપાલના શ્યામલા હિલ્સમાં એક બંગલો ફાળવવામાં આવ્યો છે.

ભૂતકાળમાં ભારે વરસાદ બાદ પ્રવેશેલા પાણીએ જબરદસ્ત તબાહી સર્જી છે. ઘરમાં પાણી ઘૂસ્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બંગલામાં હાજર કર્મચારીઓ પાણી કાઢવામાં વ્યસ્ત છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાણી ખૂબ જ ઝડપથી અંદરની તરફ જઈ રહ્યું છે. આ મામલાની તપાસ માટે કોર્પોરેશન કમિશનર સહિત અનેક અધિકારીઓએ બંગલાની તપાસ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જણાવવામાં આવી રહ્યું છે કે બંગલાની પાછળ એક નાનકડી ગટર વહે છે. જે વરસાદને કારણે ઉભરાઇ ગઇ હતી અને પાણીનો પ્રવાહ બંગલા તરફ આવી ગયો હતો. જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તાજેતરમાં ભોપાલના પાવર કોરિડોર કહેવાતા શ્યામલા હિલ્સમાં નવા સરકારી આવાસમાં પૂજા કર્યા બાદ ઘરમાં પ્રવેશ્યા હતા. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાને આ સરકારી બંગલો ફાળવવામાં આવ્યો હતો. જે સિંધિયાની પસંદગી અનુસાર અંદરથી તૈયાર કરવામાં આવ્યો છે.

Niraj Patel