ટ્રેનની સફર મોટાભાગના લોકો કરતા હોય છે. આ દરમિયાન રેલવે દ્વારા કેટલાક નિયમોનું પાલન પણ કરવાની ફરજ પાડવામાં આવે છે, અને તેના માટેના નિયમો અને દંડનું પ્રાવધાન ટ્રેનના ડબ્બામાં લગાવેલું હોય છે, ત્યારે હવે રેલવે દ્વારા બીજો એક કડક નિયમ ઉમેરવામાં આવ્યો છે.

રેલવે દ્વારા ટ્રેનમાં ધુમ્રપાન અને જ્વલનશીલ પદાર્થો લઇ જવા વિરુદ્ધ ઘણી પ્રકારના ઉપાયોની જાહેરાત કરી છે. રેલવે અધિનિયમ કલમ 164 અંતર્ગત ટ્રેનોમાં જ્વલનશીલ પદાર્થ લઇ જવો દંડનીય અપરાધ છે. જે અંતર્ગત અપરાધીને ત્રણ વર્ષની જેલ અને એક હજાર રૂપિયાનો દંડ પણ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલતી ટ્રેનો અને પરિસરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેની અંદર દિલ્હી દહેરાદુન શતાબ્દી એક્સપ્રેક્સમાં આગ લગાવાની ઘટના પણ સામેલ છે. આ ઘટનાને જોતા રેલવે દ્વારા આ નિયમ બનવવામાં આવ્યો છે.