ફ્લાઇટમાં દિશા સાથે રોમેન્ટિક થઇ ગયો સિંગર રાહુલ વૈદ્ય, કેમેરા સામે ખુલ્લેઆમ કરી દીધી હોઠ ઉપર હોંઠ ચડાવીને….ઉફ્ફ્ફ

“બિગબોસ” ફેમ સિંગર રાહુલ વૈદ્ય અને ટીવીની મશહૂર અભિનેત્રી દિશા પરમારના લગ્નને એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે. કપલે જુલાઇ 2022માં પોતાની પહેલી એનિવર્સરી મનાવી. રાહુલ અને દિશા પોતાની વેડિંગ એનિવર્સરી પર ઘણા રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. બંને તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે લંડન પહોંચ્યા હતા, પરંતુ લંડન પહોંચ્યા પહેલા જ કપલ ફ્લાઇટમાં એકબીજા સાથે રોમેન્ટિક થઇ ગયુ હતુ.

હવે બંનેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. રાહુલે દિશા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બંને ફ્લાઇટમાં જોવા મળી રહ્યા છે.એક તસવીરમાં તો કપલ કેમેરા સામે લિપલોક કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યાં એક તસવીરમાં રાહુલ દિશાના ગાલ પર કિસ કરી રહ્યો છે. એક તસવીરમાં દિશા રાહુલના ગાલ પર બચકુ ભરતી પણ જોવા મળી રહી છે. લુકની વાત કરીએ તો, આ દરમિયાન રાહુલે રેડ સ્વેટશર્ટ પહેર્યો છે.

દિશાએ પિંક ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબસુરત લાગી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતા રાહુલ વૈદ્યે લખ્યુ- લગ્નની પહેલી વર્ષગાંઠ મુબારક માય લવ. એક વર્ષ આટલું જલ્દી વીતી ગયુ. જીવનસાથીના રૂપમાં તને મેળવીને ઘણો ખુશકિસ્મત મહેસૂસ કરુ છું. આગળના 7 જન્મ સુધી તને જ માંગુ છું. તારી ઇનર બ્યુટીને કારણે હું રોજ ચમકુ છું. આઇ લવ યુ વાઇફી. હવે રાહુલ અને દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.

આ પોસ્ટના વાયરલ થયા બાદ ચાહકો પણ રિએક્ટ કરવા લાગ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ- તમને બંનેને હેપ્પી એનિવર્સરી, ભગવાન તમને બંનેને હંમેશા સાથે રાખે. ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ- ક્યુટ કપલને લગ્નની પહેલી એનિવર્સરી મુબારક. આ ઉપરાંત ઘણા યુઝર્સ હાર્ટ ઇમોજીથી બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે.

જણાવી દઇએ કે, રાહુલ અને દિશાએ સાથે પહેલા એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યુ હતુ. બંને ઘણા સમય સુધી મિત્ર રહ્યા. રાહુલ વૈદ્યે બિગબોસ 14માં દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ અને દિશાએ તેના પ્રપોઝલનો સ્વીકાર પણ કર્યો હતો. શોથી બહાર આવ્યા બાદ દિશા અને રાહુલે 16 જુલાઇ 2021ના રોજ ઘણા જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી.

Shah Jina