ટીવી ઉપર અને પડદા ઉપર ફિલ્મો જોતાની સાથે જ આપણા મનની અંદરનો કલાકાર જાગી જતો હોય છે, સેલેબ્રિટીઓની વૈભવી લાઈફ જોઈને આપણને પણ એવી લાઈફ જીવવાનું મન થાય, ઘણા લોકો પોતાના મનગમતા અભિનેતાઓને મળવા પણ માંગતા હોય છે, પરંતુ આપણે જોયું છે કે સેલેબ્સની એક ઝલક જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા હોય છે.
પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જે સેલેબ્સ સાથે તમને રૂબરૂ મળાવશે અને ન્યુ કમરને ફિલ્મો, ધારાવાહિકો અને રિયાલિટી શોમાં કામ કરવાનો મોકો પણ આપી રહ્યા છે. આ વ્યક્તિનું નામ છે રાહુલ શર્મા. રાહુલ શર્મા શૂટિંગ આઈડઈલ નામે એક એક કંપની ચલાવે છે જેમાં તે સેલેબ્સને ગુજરાત સુધી લઇ આવવાનું કામ કરે છે. ગુજ્જુરોક્સની ટીમ દ્વારા રાહુલ શર્મા સાથે ખાસ વાતચીત કરવામાં આવી, જેમાં તેમને પોતાના કામ અને પોતાના અનુભવને શેર કર્યો હતો.
રાહુલ શર્મા મૂળ હરિયાણાના રહેવાસી છે અને હાલમાં સુરતમાં તેમનો પરિવાર રહે છે અને ઓફિસ અમદાવાદમાં છે. તેમને દિલ્હીમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે ત્યારબાદ એમબીએમાં પણ એડમિશન લીધું, પરંતુ તેમની અંદર મુંબઈ સુધી જવાનો વલોપાત તેમને ભણતર કરતા વધારે વ્હાલો લાગ્યો અને તેમને પોતાના આ વ્યવસાયની સફર શરૂ કરી. આ દરમિયાન તેમને ફેસબુક ઉપર એક જાહેરાત જોઈ જેમાં ગુજરાતની અંદર એક ઇવેન્ટ થવાની હતી, જેનાથી પ્રેરાઈને રાહુલ શર્માએ ગુજરાતને પોતાનું બિઝનેસ હબ બનાવવાનું નક્કી કર્યું.
જેના બાદ તે ગુજરાતની અંદર બોલીવુડના સેલેબ્સને લઇ આવવા લાગ્યા, તેમની પહેલેથી જ ઈચ્છા હતી કે મુંબઈ વાળા ઉપર રાજ કરવું છે, સેલેબ્સ સાથે ઓળખાણ વધારવી અને તેમને ગુજરાત સુધી લઇ આવવા છે. રાહુલ શર્માએ જણાવ્યું કે “હું પહેલા એક સેલેબ્સને મળ્યો, એકથી બીજાને મળ્યો અને તેમ તેમ સુરતમાં 17 મેં 2015ના રોજ રણવીર કપૂર, અર્જુન કપૂર અને અભિષક બચ્ચનની ટિમ આવી હતી જેમાં હું 15 સેલેબ્સને પહેલીવાર એકસાથે લઈને આવ્યો હતો. મારા પોતાના દમ ઉપર.”
રાહુલ આગળ જણાવે છે કે, “ત્યારથી મેં મારા કેરિયરની શરૂઆત કરી સેલેબ્રીટી મેનેજર તરીકે. જેના બાદ મેં રેડીઓ મિર્ચી સાથે મળીને મોડેલિંગ કંપની શરૂ કરી જેનું નામ રાખ્યું મેં શૂટિંગ આઇડલ. જેમાં સામાન્ય લોકો પણ પોતાના આઇડલને મળી શકે. જેમાં અમે સેલેબ્સને ગુજરાતમાં બોલાવતા હતા તેમાં અમે લોકોને સેલેબ્સ સાથે મળવાતાં અને ત્યાં સેલેબ્સ તેમને કેવી રીતે આગળ વધવું તે સમજાવતા અને તેમની સામાન્ય લોકો સાથે ફોટોશૂટ પણ કરાવતા.”
રાહુલ શર્મા એમ પણ જણાવે છે કે તે છેલ્લા ચાર વર્ષથી બિગબોસનું કાસ્ટિંગ કરી રહ્યા છે. ઘણા લોકોને તેમાં મોકલ્યા છે, આ ઉપરાંત ટીવી શોનું પણ કાસ્ટિંગ તેઓ કરે છે. આ ઉપરાંત તેમને ફ્યુચર વિશે જણાવતા કહ્યું કે અમે એવા સેલેબ્સને ગુજરાતમાં લઇ આવવા છે જે ઝીરોમાંથી હીરો બન્યા છે. તેમને લોકો સાથે ઓળખાણ કરાવવી છે.એ ઇવેન્ટ કરવા માટે દુબઇ, નેપાળ શ્રીલંકા, બેન્કોક થાઈલેન્ડ પણ વારંવાર જાય છે.
રાહુલ શર્માએ આગળ જણવ્યું કે અમારે એવા લોકોને આગળ વધારવા છે જેમનામાં ટેલેન્ટ છે પરંતુ તેમની પાસે મુંબઈ સુધી કેવી રીતે પહોંચવું તેની સમજ નથી. જેના કારણે ઘણા લોકો કાસ્ટિંગ કાઉચનો શિકાર બને છે, પૈસા પણ મોટા ચૂકવે છે અને આ રીતે તે છેતરાય છે. પરંતુ જે લોકોને આગળ વધવું છે તેમને અમે એક પણ રૂપિયો લીધા વિના આગળ કેવી રીતે વધવું તે જણાવીશું.”
આ ઉપરાંત અમે એક ચેનલ પણ ચલાવીએ છીએ, ધ લેજેન્ડ ડાયરી. જેમાં સેલેબ્સના આમ જીવન વિશે અમે એપિસોડ શૂટ કરીએ છીએ, જેનો પહેલો એપિસોડ અમે ધ ગ્રેટ ખલીના ઘરે શૂટ કર્યો હતો, જેમાં તે સવારે બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધી શું શું કરે છે અને શું શું ખાય-પીવે છે એ બધું જ અમે આ એપિસોડમાં બતાવ્યું હતું. આ ઉપરાંત આ ચેનલ ઉપર અમે એવા ઘણા લોકોના ઇન્ટરવ્યૂ પણ કરી રહ્યા છે, જેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે.”
અમારા છેલ્લા સવાલમાં અમે તેમને પૂછ્યું કે, “તમારા આ વ્યવસાયને તમે ક્યાં લઇ જવા માંગો છો ?” તો આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું કે, “જે અમે સ્ટ્રગલ કરી છે, જે અમે જોયું છે, તે આવનારી પેઢી ના ભોગવે અને તેમને કાસ્ટિંગ કાઉચનો શિકાર ના બને, અને ખોટી રીતે ના ફસાય. અને અમે ન્યુ કમરને મફતમાં જ કામ આપવાનું આપવાનું કામ કરીશું.”
આ ઉપરાંત રાહુલ શર્મા ધ લિજન્ડરીના પણ કો ફાઉન્ડર છે. તેમને અમે પૂછ્યું કે તેઓ આ કંપની દ્વારા શું કાર્ય કરી રહ્યા છે, ત્યારે તેમને જણાવ્યું કે ” ધ લેજેન્ડરી દ્વારા અમે લોકોને બતાવીશું કે સેલેબ્સ કેવી લાઈફ જીવે છે, તેમની દિનચર્યા શું હોય છે, તે આખો દિવસ કેવી રીતે કામ કરે છે, તે બધું જ અમે આ માધ્યમથી બતાવીશું.”