“રાધે”માં સલમાન ખાને નંબર ૧ હોટ અભિનેત્રીને કરી લીધી કિસ, જુઓ વિડીયો

સલમાન ખાનની ફિલ્મ “રાધે”નું ધમાકેદાર ટ્રેેલર રીલિઝ થઇ ગયુ છે. આ ટ્રેલરે તો બધાને ચોંકાવી દીધા છે અને હેરાન કરી દીધા છે. “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ”માં ધમાકેદાર એક્શન સાથે સાથે સલમાન ખાન દિશા પટની સાથે ફ્લર્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે.

સલમાન ખાને ટ્રેલરમાં કંઇક એવું કર્યુ છે, જેનાથી તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને જેને સલમાને કયારેય ના કરવાની કસમ ખાઇ હતી. ફિલ્મ “રાધે”ના ટ્રેલરમાં સલમાન ખાન અભિનેત્રી દિશા પટનીને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ કિસની થોડી ઝલક જોવા મળે છે પરંતુ ચાહકો વચ્ચે આને લઇને ખલબલી મચી ગઇ છે.

“રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ”નું ટ્રેલર 22 એપ્રિલે સવારે 11 વાગે રીલિઝ કરવામાં આવ્યુ હતુ. ટ્રેલર આવતા જ આ ફિલ્મમાં કિસિંગ સિનને જોઇ ચાહકો હેરાન રહી ગયા છે. તમને જણાવી દઇએ કે, સલમાન ખાનની છાપ એ અભિનેતાઓમાની એક છે જેના વિશે બધા જાણે છેે કે તે પડદા પર કોઇ અભિનેત્રીને કિસ કરતા નથી. પોતાના રોમાંટિક સીનથી દર્શકોનું દિલ જીતનાર સલમાન ખાને અભિનેત્રીઓને કિસ ના કરવાનો રૂલ બનાવીને રાખ્યો છે.

તમને જણાવી દઇએ કે, સલમાન ખાન અને દિશા પટની એકસાથે ફિલ્મ “ભારત”માં જોવા મળ્યા હતા. ફિલ્મના ગીત ‘સ્લો મોશન’માં દિશાએ સલમાનના ગાલ પર કિસ કરી હતી અને આ સીનની ઘણી ચર્ચાઓ પણ થઇ હતી.

હવે વાત કરીએ સલમાન ખાનની ફિલ્મ “રાધે”ની, જેમાં સલમાન દિશાને કિસ કરતા જોવા મળી રહ્યા છે. જો કે, ટ્રેલરમાં જે સીન તમને જોવા મળી રહ્યો છે તે તમારા મનનો ભ્રમ છે. આ સીનમાં એક મજેદાર ઝોલ છે.

સલમાન ખાન આ સીનમાં દિશાને કિસ કરી રહ્યા નથી. આ વીડિયોને જયારે તમે સ્લો મોશનમાં જોશો તો તમને બધુ ખ્યાલ પડશે. વીડિયોની સેટિંગ પર જઇને તમે playback speedને સૌથી ઓછા રિઝોલ્યુશન પર જોશો તો કહાની સમજમાં આવશે.

દિશાના હોઠ પર પટ્ટી ચોટાડેલી છે અને આ સીન ટ્રેલરમાં 2 મિનિટ 1 સેકન્ડ પર આવે છે. જેને સ્લો મોશન કરતા જોવા મળી રહ્યુ છે કે સલમાન ખાન દિશાના હોઠ પર નહિ પરંતુ હોઠની નીચે કિસ કરી રહ્યા છે. ટ્રેલરનો આ સીન ટ્વીટર પર જોરદાર ટ્રેન્ડ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ કમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વીડિયોને જોઇ તમે સમજી જશો કે સલમાન ખાને કિસને લઇને કોઇ રૂલ બ્રેક કર્યો નથી. ટ્રેલર જોઇ લોકો ટ્વીટર પર તસવીર શેર કરી અલગ અલગ વાતો કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

Shah Jina