મહારાણી વૈભવી ગાડીઓ રાખવાની શોખીન હતી, તમે સપનામાં જોઈ નહિ હોય એવી કારનું કલેક્શન જુઓ

ક્વીન એલિઝાબેથે 96 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી અને ડોક્ટરોની દેખરેખમાં હતી. તેમના નિધન પછી તેમના મોટા પુત્ર ચાર્લ્સે બ્રિટનની ગાદી સંભાળી. ક્વીન એલિઝાબેથ 70 વર્ષની વિરાસત છોડી ગઇ છે. તેમની વિરાસતમાં તેમના વાહનો પણ સામેલ છે. ક્વીન એલિઝાબેથનું જીવન એકદમ વૈભવી હતું. એક ભવ્ય મહેલ અને અન્ય મિલકતોની માલિકી ઉપરાંત તેમની પાસે લક્ઝરી કારોનું પ્રભાવશાળી કલેક્શન હતુ. આજે અમે તમને ક્વીનના કાર કલેક્શન વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

તેમના વાહનોની યાદીમાં Bentley ની State Limousine પણ સામેલ છે. આ કારની કિંમત લગભગ 87,58,47,500 રૂપિયા છે. આ કાર વિશ્વની બીજી સૌથી મોંઘી કાર છે. આ કાર Bentley દ્વારા ક્વીન એલિઝાબેથ IIને તેમની ગોલ્ડન જુબલી નિમિત્તે ભેટમાં આપવામાં આવી હતી. રાણી એલિઝાબેથ II ના કાર સંગ્રહમાં બીજી કાર બેન્ટલીનું Bentayga છે. બેન્ટલીની આ પહેલી SUV છે. તમને જણાવી દઈએ કે આ દુનિયાની સૌથી પાવરફુલ અને ફાસ્ટ SUV છે.

રાણી એલિઝાબેથને સોંપતા પહેલા બેન્ટલીએ વાહનમાં ઘણા ફેરફારો પણ કર્યા હતા. આ કારની કિંમત લગભગ 4.10 કરોડ રૂપિયા છે. ક્વીન એલિઝાબેથના કાર કલેક્શનમાં ત્રીજી કાર એસ્ટન માર્ટિનની DB6 Volante છે. આ કાર ક્વીન એલિઝાબેથ IIએ પ્રિન્સ ચાર્લ્સ માટે ખરીદી હતી. આ કારમાં પ્રિન્સ ચાર્લ્સ અનુસાર ફેરફાર કરવામાં આવ્યો હતો. કંપનીએ આ કારના માત્ર 140 યુનિટ બનાવ્યા છે. આ કારની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે.

લેન્ડ રોવરની સ્ટ્રીટ રિવ્યુ એક હાઇબ્રિડ કાર છે અને રાણી એલિઝાબેથને વર્ષ 2015માં લેન્ડ રોવર દ્વારા આ વાહન ભેટમાં આપવામાં આવ્યું હતું. કાર મરૂન રંગની છે અને તેનો ઉપયોગ ક્વીન એલિઝાબેથ II પરેડ વાહન તરીકે કરવામાં આવ્યો હતો.રાણી એલિઝાબેથ તેના લેન્ડ રોવર ડિફેન્ડરને ખૂબ પ્રેમ કરતી હતી. તે ઘણીવાર આ કાર ચલાવતી જોવા મળતી હતી. કંપનીએ આ કારને ક્વીન એલિઝાબેથ IIની જરૂરિયાતો અનુસાર મોડિફાઇ કરી છે.

કંપનીએ આ કારમાં સંપૂર્ણપણે અલગ ગ્રીન કલર પેઈન્ટ જોબનો ઉપયોગ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલ,1926ના રોજ જન્મેલી મહારાણીએ 6 ફેબ્રુઆરી, 1952ના રોજ પિતા કિંગ જોર્જના નિધન પછી બ્રિટનનું શાસન સંભાળ્યું હતું. તેઓ આ સમયે 25 વર્ષના હતા અને તેમણે 70 વર્ષ સુધી શાસન કર્યું. તમને જણાવી દઇએ કે, ક્વીન એલિઝાબેથ એકમાત્ર એવી વ્યક્તિ હતી, જેને ડ્રાઇવિંગ માટે લાઇસન્સની જરૂર નહોતી.

Shah Jina