હરણનો અજગરે લીધો ભરડો, મોતના મુખમાંથી બચાવવા માટે ભગવાન બનીને આવ્યો વ્યક્તિ, પરંતુ થયું એવું કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં નાનામાં નાની ઘટનાનો વીડિયો પણ વાયરલ થતા વાર નથી લાગતી, તેમાં પણ પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયોને લોકો જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. ઘણા લોકો જંગલ સફારીનો આનંદ માણવા માટે જતા હોય છે, ત્યાં પણ એવા ભયાનક નજારા તેમના કેમેરામાં કેદ થઇ જાય છે કે તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

જંગલ સફારી દરમિયાન પ્રાણીઓને બીજા પ્રાણીઓના શિકાર કરતા પણ આપણે જોઈએ છીએ, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક અજગરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને એક હરણનો ભરડો લઇ લીધો છે, હરણ પોતાના મૃત્યુનો સમય ગણી રહ્યું છે અને અજગર પણ તેને બરાબર ડોબોચીને રસ્તા વચ્ચે જ બેસી ગયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હરણના શરીર પર એક વિશાળ અજગર વીંટળાયેલો છે. તે હરણને જીવતા ગળી જવા માંગતો હતો. આ દરમિયાન એક યુવકની નજર અજગર અને હરણ પર પડે છે. આ પછી યુવક હરણનો જીવ બચાવવા વિશે વિચારે છે. આ માટે યુવક ઝાડની ડાળી લઈને આવે છે. યુવક ઝાડની આ ડાળી વડે અજગરને મારવા લાગે છે. આ પછી અજગર ગુસ્સે થઈ જાય છે અને યુવક તરફ દોડે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક તરફ દોડતી વખતે અજગર ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો છે. જો કે યુવક પહેલેથી જ સાવ સજાગ હતો. જ્યારે અજગર તેની તરફ આવતો જાય છે, ત્યારે તે દૂર ઉભો રહે છે. આ પછી, યુવક અજગરને મારવાનું ચાલુ રાખે છે, ત્યારબાદ અજગરને અંતે હરણને છોડીને ભાગવું પડે છે. જ્યારે અજગર હરણને તેની પકડમાંથી મુક્ત કરે છે, ત્યારે તમે હરણની પીડા અનુભવી શકો છો. હરણ પણ અજગરના ભરડામાંથી છટકીને દોડવા લાગે છે.

Niraj Patel