પોતાના પિતા અને સમાજનું માથું ગર્વથી ઊંચું કર્યું આ બહાદુર દીકરીએ, દેશી અંદાજમાં ગામની અંદર થયું લેફ્ટિનેન્ટ દીકરીનું સ્વાગત

આજના સમયમાં છોકરીઓ છોકરા કરતા જરા પણ કમ નથી, આજે દેશની ઘણી દીકરીઓ પોતાના પરિવાર અને સમાજ સાથે દેશનું પણ નામ રોશન કરતી જોવા મળે છે. મોટાભાગના દરેક ક્ષેત્રમાં દેશની દીકરીઓનું એક આગવું યોગદાન છે ત્યારે હાલ એક દીકરીએ પણ તેના પિતા અને પરિવારનું માથું ગર્વથી ઊંચું કર્યું છે.

બાડમેરની પ્યારી ચૌધરીની ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટનના પદ ઉપર પસંદગી થઇ છે.  તે હાલમાં પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરીને પહેલીવાર વતન આવી છે. જયારે તે પોતાના ગામની અંદર પહેલીવાર આવી ત્યારે ગામના લોકોએ દેશી અંદાજમાં મારવાડી ગીત ગાઈને દીકરીનું સ્વાગત કર્યું હતું.

પ્યારી ચૌધરીના પરિવારના 36 સદસ્યો છે જે ભારતીય સેનામાં અને દેશની સેવામાં લાગેલા છે. પ્યારીનું સ્વાગત ગામમાં દેશી અંદાજમાં થયું. પ્યારી પણ આ પ્રસંગે ખુબ જ ખુશ જોવા મળી રહી હતી.

પ્યારી ચૌધરી જણાવે છે કે આજે જે અંદાજમાં તેના ગામની અંદર તેનું સ્વાગત થયું છે. તે આ પળોને ક્યારેય નહીં ભૂલી શકે. તે જણાવે છે કે મારો અભ્યાસ સેનાની સ્કૂલોમાં થયો. પિતા અને પરિવારના લોકો સેનામાં હતા એટલે મારી ઈચ્છા હતી કે હું પણ સેનામાં ભરતી થઇ જાઉં. હવે મેં આ સપનું પૂર્ણ કરી દીધું છે.

મીડિયા સાથે વાતચીતમાં પ્યારી ચૌધરીએ જણાવ્યું હતું કે “સામાન્ય રીતે અમારે ત્યાં દીકરીઓને નાની ઉંમરમાં જ લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવે છે. જેના કારણે ઘણી દીકરીઓ હોય છે જેમના સપના અધૂરા રહી જાય છે. હું તે માતા પિતાને કહેવા માંગુ છું કે દીકરીઓને તેમના સપના પૂર્ણ કરવા દેવા જોઈએ. દીકરીઓ દિકરાથી કમ નથી. કદાચ આ કારણે જ મેં મારા પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. હવે મારુ સપનું છે કે હું સિવિલ સર્વિસીસની પરીક્ષામાં સફળતા મેળવું.

બાડમેરની પહેલી મહિલા લેફ્ટિનેન્ટ પ્યારી ચૌધરીએ પટિયાલાની રમી નર્સરી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેના બાદ તેને અલગ અલગ કેન્દ્રીય વિદ્યાલયોમાંથી આભ્યાસ કર્યો. ટ્રાન્સફર દરમિયાન પિતાની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં અભ્યાસ કર્યો. જેના બાદ બીએસસી નર્સીંગ મહારાષ્ટ્ર યુનિવર્સીટી મુંબઈમાંથી પાસ કર્યું.

પ્યારીના પિતા કસ્તુરા રામ સેનામાં સુબેદાર છે. અને હવે તેમની દીકરી સેનામાં લેફ્ટિનેન્ટ બની છે. દીકરીની પસંદગી થવા ઉપર તેના પિતા પણ ખુબ જ ખુશ છે. તે કહે છે કે એક પિતા માટે આનાથી મોટી બીજી શું વાત હોઈ શકે.

તે જણાવે છે કે અમારે ત્યાં સામાન્ય રીતે 18 વર્ષની ઉંમરમાં દીકરીના લગ્ન કરાવી દેવામાં આવે છે. મારા ઉપર પણ આ દબાણ સંબંધીઓએ નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મેં તે લોકોની વાત ના સાંભળી અને મારા મનની વાત સાંભળી. જેનું પરિણામ આજે મારી દીકરીએ બાડમેર અને પરિવારનું નામ રોશન કરી દીધું છે.

Niraj Patel