27 ફેબ્રુઆરીએ ઓપન થઇ રહ્યો છે આ IPO, જાણો પ્રાઇસ બૈંડ, લોટ સાઇઝ અને લિસ્ટિંગ ડેટ સહિતની વિગતો

પૈસા તૈયાર રાખજો, તમારી તિજોરી ભરાઈ જશે, 6 નવા IPO આવી રહ્યા છે, જાણો કોમેન્ટમાં બધી જ ડિટેઇલ

Purv Flexipack IPO 27 ફેબ્રુઆરીએ ઓપન થઇ રહ્યો છે અને તેમાં 29 ફેબ્રુઆરી સુધી બોલી લગાવવામાં આવી શકે છે. ઇશ્યુ ક્લોઝ થયા બાદ કંપનીના શેરોનું લિસ્ટિંગ NSE SME પર 5 માર્ચે થશે. કંપનીનો પ્લાન આ IPOથી 40.21 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે. Purv Flexipack IPO માટે પ્રાઇસ બૈંડ 70 થી 71 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. બોલી લગાવવા માટે મિનિમમ લોટ સાઇઝ 1600 શેર છે, IPOમાં 56.64 લાખ નવા શેર જારી થશે.

હોલાની કંસલ્ટેંટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે. માર્કેટ મેકર હોલાની કંસલ્ટેંટ્સ છે. કંપનીના પ્રમોટર રાજીવ ગોયનકા, પૂનમ ગોયનકા અને મેસર્સ પૂર્વ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે. IPOમાં 50 ટકા ભાગ ક્વોલિફાઇડ ઇંસ્ટીટયૂશનલ બાયર્સ માટે, 35 ટકા રિટેલ ઇનવેસ્ટર્સ માટે અને 15 ટકા નોન ઇંસ્ટીટયૂશનલ ઇનવેસ્ટર્સ માટે રિઝર્વ છે.

વર્તમાનમાં કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 92.17% છે. કંપની વર્ષ 2005માં ઇનકોરપોરેટ થઇ હતી. આ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ જેમ કે BOPP ફિલ્મ, પોલિએસ્ટર ફિલ્મ્સ, CPP ફિલ્મ્સ, પ્લાસ્ટિંગ ગ્રેન્યુઅલ્સ, ઇંક, એડહેસિવ, માસ્ટરબેચેસ, ઇથાઇલ એસિડેટ અને ટાઇટેનિયમ ડાય ઓક્સાઇડ સપ્લાય કરે છે.

Purv Flexipack પોતાના કસ્ટમરને ઘણી રીતના પેકેજિંગ સોલ્યુસંશ ઉપલબ્ધ કરાવે છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી કંપનીની રેવન્યુ 139.35 કરોડ રૂપિયા અને પ્રોફિટ 4.3 કરોડ રૂપિયા હતો.IPOના સંદર્ભમાં આ અઠવાડિયું ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. Purv Flexipack IPO આ અઠવાડિયે 27મી ફેબ્રુઆરીએ ખુલશે.

રોકાણકારોને 29 ફેબ્રુઆરી સુધી દાવ લગાવવાની તક મળશે. કંપનીના IPO પર દાવ લગાવવાનું વિચારી રહેલા રોકાણકારો માટે ગ્રે માર્કેટમાંથી સારા સમાચાર છે. કંપની મજબૂત પ્રદર્શન કરી રહી છે. ઇન્વેસ્ટર ગેઇનના અહેવાલ મુજબ, કંપનીના શેર રવિવારે BSE પર 125ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતા. જો વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમનો ટ્રેન્ડ લિસ્ટિંગ સુધી ચાલુ રહે તો કંપની શેરબજારમાં 196 પર ડેબ્યુ કરી શકે છે.

જેના કારણે રોકાણકારોને 176 ટકા નફો થશે. રિટેલ રોકાણકારો માટે 1600 શેરનો લોટ બનાવવામાં આવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 1,13,600નો દાવ લગાવવો પડશે.IPOના કુલ સાઇઝના ઓછામાં ઓછા 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.ગયા અઠવાડિયે મેનબોર્ડ પર બે IPO આવ્યા હતા, ત્યારે આ અઠવાડિયે મેનબોર્ડ પર 3 IPO સહિત બજારમાં કુલ 6 નવા IPO ખુલવાના છે. શેરબજારમાં આ અઠવાડિયે પણ IPOની ધૂમ યથાવત રહેવાની છે.

6 નવા આઈપીઓ લોન્ચ થવાના છે, જ્યારે 5 નવા શેરનું બજાર પર લિસ્ટિંગ થવાનું છે. આજથી શરૂ થઇ રહેલ અઠવાડિયામાં મેનબોર્ડ પર 3 આઈપીઓ આવશે. જેમાં પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિકોમ ટેલી સિસ્ટમ્સ અને ભારત હાઈવેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના છે, જેની કુલ સાઇઝ 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

તો એસએમઈ સેગમેન્ટમાં પૂર્વા ફ્લેક્સીપેક, ઓવેસ મેટલ એન્ડ મિનરલ પ્રોસેસિંગ અને એમવીકે એગ્રો ફૂડ પ્રોડક્ટના આઈપીઓ આવી રહ્યાં છે. એક્સિકોલ ટેલી સિસ્ટમ્સનો આઈપીઓ 429 કરોડનો જે 27 ફેબ્રુઆરીએ ઓપન થઈ રહ્યો છે અને 29 ફેબ્રુઆરીએ બંધ થશે. પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ પણ 27 ફેબ્રુઆરીએ ખુલશે અને 29 ફેબ્રુઆરીએ બંધ થશે.

જ્યારે આ અઠવાડિયાનો સૌથી મોટો આઈપીઓ છે ભારત હાઇવેઝ ઇનવિટનો, જેની સાઇઝ છે 2500 કરોડ રૂપિયા. આ આઈપીઓ 28 ફેબ્રુઆરીએ ખુલશે અને 1 માર્ચે બંધ થશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 90-100 રૂપિયા છે. એસએમઈ સેગમેન્ટમાં ઓવેસ મેટલનો 40 કરોડ રૂપિયાનો આઈપીઓ 26 ફેબ્રુઆરીએ ખુલશે. પૂર્વા ફ્લેક્સીપેકનો આઈપીઓ 27 ફેબ્રુઆરીએ ખુલશે. તો એમવીકે એગ્રો ફૂડ પ્રોડક્ટનો 66 રૂપિયાનો આઈપીઓ 29 ફેબ્રુઆરીએ ખુલશે. સપ્તાહ દરમિયાન જુનિપર હોટલ્સ, જીપીટી હેલ્થકેર, ડીમ રોલ ટેક, ઝેનિથ ડ્રગ્સ અને સાધવ શિપિંગના શેરનું લિસ્ટિંગ થવાનું છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી. )

Shah Jina