અમેરિકાથી નોકરી છોડી સ્વદેશ પરત ફર્યા આ વ્યક્તિ, હવે ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

અમેરિકામાં પોતાની સારી એવી નોકરીને લાત મારીને આપણા દેશ આવીને કરી રહ્યા છે ખેતી…ગજબની મોટિવેશનલ સ્ટોરી છે ભાઈની

પોતાનું જીવનસ્તર સારુ કરવા માટે પંજાબના મોટાભાગના યુવકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે કેનેડા જેવા દેશો પસંદ કરે છે. આવા ઉદાહરણ ઘણા ઓછા છે કે આ દેશોથી પરત આવી કોઇ વ્યક્તિ ખેતી કરી બધાની સામે નવી મિસાલ પેશ કરી રહ્યા છે. અમે તમને પંજાબના મોગા જિલ્લા સ્થિત લોહારા ગામના રહેવાસી રજવિંદર સિંહ ધાલીવાલ નામના એક આવા જ વ્યક્તિ વિશે જણાવવા જઇ રહ્યા છે. રજવિંદર સિંહ વર્ષ 2007 આસપાસ અમેરિકા ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે લગભગ પાંચ વર્ષ સુધી ટ્ર ચલાવવાથી લઇને હોટલ લાઇનમાં પણ કર્મચારી તરીકે કામ કર્યુ. વર્ષ 2012માં તેઓ ભારત પરત ફર્યા અને તેમણે બિઝનેસમાં હાથ અજમાવ્યો.

જો કે, તેમનો પરિવાર ખેતીની પૃષ્ટિભૂમિ સાથે પહેલાથી જ જોડાયેલો હતો. એવામાં તેમની દિલચસ્પી ખેતીમાં જ હતી. રાજવિંદર કહે છે કે તેમણે જોયુ છે કે પંજાબમાં ખેડૂત ફસલીકરણ કરતા સમયે કેમિકલનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ઘણુ નુકશાનદાયક છે. એવામાં તેમણે રાસાયણિક ઉર્વરક રહિત ખેતી માટે જાણકારીઓ મેળવવાની શરૂ કરી અને વર્ષ 2017માં પોતાની 6 એકડ જમીન પર પૂરી રીતે પ્રાકૃતિક ખેતી કરવાની શરૂ કરી દીધી. હાલમાં રાજવિંદર 8 એકરમાં ખેતી કરે છે. શેરડી, બટાકા, હળદર, સરસવ જેવા પાક કુદરતી રીતે ઉગાડે છે.

ખેતી ઉપરાંત તે ગોળ, ખાંડ અને હળદર પાઉડર બનાવીને આ ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરીને બજારમાં વેચે છે. આમ કરીને તે અન્ય ખેડૂતો કરતાં એકર દીઠ એક લાખ રૂપિયા વધુ નફો કમાય છે. આ ઉપરાંત તેમણે ખેતરમાં આંબા, જામફળ, ચીકુ, દાડમ જેવા ફળોના વૃક્ષો પણ વાવ્યા છે. રાજવિંદર કહે છે કે આજકાલ એક ખેડૂત કુદરતી ખેતીમાંથી ત્યારે જ કમાણી કરી શકે છે જ્યારે તે મૂલ્યવર્ધન જેવી બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરે.તમને જણાવી દઈએ કે રાજવિંદરની પદ્ધતિ અન્ય ખેડૂતો કરતા અલગ છે. તે મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરે છે.

રાજવિંદર કહે છે કે બટાકાને જમીનમાં રોપવાને બદલે તેણે તેને જમીન પર જ ઉગાડવાનું શરૂ કર્યું. આ માટે પહેલા બેડ બનાવવામાં આવે છે. બટાકા નાખ્યા પછી, તેને પરાલીથીથી ઢાંકવામાં આવે છે. તેનાથી પાણી પણ ઓછું વપરાય છે અને તેને ઉખાડવું પણ સરળ થઇ જાય છે.રાજવિંદર રાજવિંદર સોશિયલ મીડિયાની શક્તિને સમયસર સમજી ગયો. તે પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા માટે આ સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

રાજવિંદરના કહેવા પ્રમાણે, તેનું વાર્ષિક ટર્નઓવર 12 લાખ રૂપિયા છે. હાલમાં તેઓ 6-7 લાખની આસપાસ નફો મેળવી રહ્યા છે. રાજવિન્દર મુખ્યત્વે તેના ખેતરમાં શેરડી ઉગાડે છે. ખાસ વાત એ છે કે રાજવિંદર પોતાની શેરડી વેચતો નથી. પરંતુ પોતે શેરડીમાંથી બનેલા મીઠા પાવડરમાંથી ગોળ બનાવે છે. બજારમાં તેમના ગોળની સારી માંગ છે. તેમનો સાદો ગોળ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે અને તેમના મસાલા ગોળની કિંમત 350 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. રાજવિંદર વાર્ષિક 10 ટન ગોળનું ઉત્પાદન કરે છે.

જેના કારણે તેઓ એક વર્ષમાં 11-12 લાખનું ટર્નઓવર કરે છે. વાતચીતના અંતે રાજવિંદર કહે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. બસ આ સફરમાં તે પોતાના પરિવારને યાદ કરે છે.અમેરિકાથી પાછા ફર્યાને આટલા વર્ષો થઈ ગયા છે. પરંતુ પરિવારજનોની નારાજગી દૂર થઈ ન હતી. પરિવારને હજુ પણ લાગે છે કે અમેરિકા પરત ફર્યા બાદ તેઓ સારું નથી કરી શક્યા. કદાચ આ જ કારણ છે કે ખેતીને લઈને તેમને તેમના પરિવાર તરફથી ક્યારેય કોઈ પ્રકારનો સહયોગ મળતો નથી. તે એકલા જ આખું ‘લોહારા ફાર્મ’ કામ જુએ છે. રાજવિંદર દિવસમાં 10 થી 12 કલાક ફિલ્ડમાં કામ કરે છે એટલું જ નહીં પરંતુ માર્કેટનું કામ પણ પોતે જ સંભાળે છે.

Shah Jina