ખુશખબરી: અનંત રાધિકા પહેલા આ બૉલીવુડ એક્ટર એક્ટ્રેસે ભવ્ય અંદાજમાં કર્યા લગ્ન, કરોડો ફેન્સે આપી શુભકામના, જુઓ તસવીરો

લગ્નમાં દુલ્હા પુલકિત સમ્રાટે તોડ્યો ટ્રેન્ડસ શેરવાણી પર લખાવ્યો ગાયત્રી મંત્ર, નવી દુલ્હને બધાની સામે કરી દીધી પતિને કિસ

આખરે એકબીજાના થયા પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, સામે આવી લગ્નની તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું વધુ એક લવ બર્ડ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ કપલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને હવે તેઓએ લગ્ન કરી તેમના સંબંધોને આગળ વધાર્યા છે. કપલે દિલ્હીમાં ITC ગ્રાન્ડ ખાતે આજે લગ્ન કર્યા. જો કે આ કપલના લગ્ન ખૂબ જ ઇંટીમેટ રાખવામાં આવ્યા હતા અને તમામ વિગતો પણ ગુપ્ત રાખવામાં આવી. ત્યારે હવે કપલે તેમના લગ્નની તસવીરો શેર કરી છે.

તસવીરોમાં કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યુ છે. દુલ્હન કૃતિ પિંક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે જ્યારે પુલકિત ગ્રીન શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો છે. લગ્નની તસવીરો સામે આવ્યા બાદથી પુલકિત લાઇમલાઇટમાં છે. એક્ટરની શેરવાની પર ચારે બાજુ ગાયત્રી મંત્ર લખેલો દેખાઇ રહ્યો છે. અત્યાર સુધી અભિનેત્રીઓના લહેંગા કે દુપટ્ટામાં ગાયત્રી મંત્ર લખેલો જોવા મળતો પરંતુ પહેલીવાર કોઇ એક્ટરે પોતાની શેરવાની પર ગાયત્રી મંત્રને ડિઝાઇન કરાવ્યો છે.

એક તસવીરમાં લગ્ન બાદ પુલકિત-કૃતિ મહેમાનો વચ્ચે એન્ટ્રી લેતા જોઇ શકાય છે. ન્યુલી વેડ્સ માટે ગુલાબના ફૂલોનો વરસાદ પણ કરવામાં આવ્યો. નવી નવેલી દુલ્હન પતિ પુલકિતના માથા પર કિસ કરતી પણ એક તસવીરમાં જોવા મળી રહી છે. લગ્નની તસવીરો શેર કરતા એક્ટ્રેસ ખૂબ જ ખાસ મેસેજ લખ્યો છે.

કૃતિએ લખ્યુ- ‘ઊંડા વાદળી આકાશમાંથી, સવારની ઝાકળ સુધી. લોથી હાઇ સુધી માત્ર તમે છો. શરૂઆતથી અંત સુધી દરેક સમયે તમે છો. જ્યારે પણ મારુ દિલ અલગ રીતે ધડકે છે ત્યારે તમે હોવ છો, નિરંતર અને સતત…’ ( From the deep blue sky, To the morning dew. Through the low and the high, It’s only you. From the start to the end, In every now and every then, When my heart beats different, It’s got to be you. Constantly, Consistently, Continually, You! )

ઉલ્લેખનીય છે કે, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના લગ્ન પહેલાની રસ્મો 13 માર્ચથી ચાલી રહી છે. આ લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓ અને મિત્રોએ જ હાજરી આપી. કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટની લવસ્ટોરી વિશે વાત કરીએ તો, બંને વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ પાગલપંતિના સેટ પર મળ્યા હતા અને મિત્રતા બાદ બંને પ્રેમમાં પડ્યા અને ડેટ કરવાનું શરૂ કર્યુ.જણાવી દઈએ કે બંનેએ જાન્યુઆરી 2024માં જ સગાઈ કરી હતી.

જણાવી દઈએ કે પુલકિત સમ્રાટના આ બીજા લગ્ન છે.તેણે પહેલા સલમાન ખાનની માનીતી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. જો કે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને એક વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા.પુલકિત અને કૃતિ બંનેની સંપત્તિ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃતિ ખરબંદાની સંપત્તિ લગભગ 41 કરોડ રૂપિયા છે અને તે એક ફિલ્મ માટે લગભગ 80 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Delhi Times (@delhi.times)

આ ઉપરાંત તે જાહેરાતોમાંથી પણ સારી એવી કમાણી કરે છે. મુંબઈ ઉપરાંત કૃતિ પાસે બેંગલુરુમાં પણ એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે. ફુકરે એક્ટર પુલકિતની વાત કરીએ તો તેની પણ કુલ સંપત્તિ લગભગ 5 મિલિયન ડોલર એટલે કે 41 કરોડ રૂપિયા છે. તેની પાસે બે કાર અને મુંબઈમાં એક આલીશાન ઘર છે.

 

View this post on Instagram

 

A post shared by Delhi Times (@delhi.times)

Shah Jina