ખબર

ડોકટરો પરના હુમલા સાંખી લેવામાં નહીં આવે…. આટલો દંડ અને આટલી થઇ શકે છે સજા

દેશ-વિદેશમાં કોરોના સામેની લડાઈમાં કેન્દ્રથી લઈ રાજ્ય સરકારો તેના જોખમને ઓછું કરવા માટે મજબૂત પગલા ભરી રહી છે.
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની વિગતો જણાવી હતી.

Image Source

પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આજે અનેક જગ્યાએ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પર હુમલાની ખબરો આવી છે. સરકાર આ વાતને જરા પણ સાંખી નહીં લે. સરકાર આ માટે ડ્રાફ્ટ લાવી છે. મેડિકલ કર્મી પર હુમલો કરનારાના જામીન મળશે નહીં. 30 દિવસમાં જ તેની તપાસ પુરી કરી દેવામાં આવશે.


1 વર્ષની અંદર જ આવા કેસમાં ચુકાદો આવી જશે. આવા કેસમાં 3થી 5 વર્ષ સુધીની સજા પણ થશે. સ્વાસ્થ્ય કર્મીની ગાડી પર હુમલો કર્યો હોય તેવા મામલામાં માંર્કેટ વેલ્યૂના ડબલ ભરપાઈ કરવાની થશે. આ ઉપરાંત ગંભીર મામલામાં 6 મહિનાથી લઈ 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. ગંભીર મામલામાં 50 હજારથી લઈ 2 લાખ સુધીનો દંડ પણ ફટકારાવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.