ખુશખબરી! હવે એક અઠવાડીયામાં થશે આ કેન્સરનો ઈલાજ, લંડનના ડોક્ટરોએ શોધી નવી રીત

પ્રોસ્ટેટ કેન્સરની સારવાર બનશે સહેલી અને સસ્તી

પ્રોસ્ટેટ કેન્સર એક એવો જીવલેણ રોગ છે જે પુરુષોને તેનો શિકાર બનાવે છે. પ્રોસ્ટેટ એક નાની અખરોટ આકારની ગ્રંથિ હોય છે જે પુરુષોના બ્લેન્ડર અને પ્રાઈવેટ પાર્ટની વચ્ચે હોય છે. જ્યારે પ્રોસ્ટેટમાં કોષો અસામાન્ય રીતે વધે છે, ત્યારે તે ગાંઠનું સ્વરૂપ લે છે જેને પ્રોસ્ટેટ કેન્સર કહેવામાં આવે છે. જોકે, હવે પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ડોક્ટરો હવે એક એવી ટેકનિક પર કામ કરી રહ્યા છે જેમાં પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓને એક અઠવાડિયામાં સાજા કરી શકાય છે. (તસવીરો: પ્રતીકાત્મક)

સારવાર પર આવ્યો આ રિપોર્ટ : એક અહેવાલ મુજબ, લંડનની રોયલ માર્સડેન હોસ્પિટલના ડોક્ટરો ટૂંક સમયમાં એક ટ્રાયલ કરશે જેમાં દર્દીઓને રેડિયોથેરાપીના બે ડોઝ આપવામાં આવશે. ટ્રાયલમાં એ જાણાવાની કોશીશ કરવામાં આવશે કે રેડિયોથેરાપીના નાના નાના ડોઝ આપવાને બદલે માત્ર બે મોટા ડોઝ આપવાનું કેટલું સલામત અને અસરકારક છે.પ્રયાસ કરવામાં આવશે.

આ મહિનાની શરૂઆતમાં, NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કેન્સર સંશોધન સંસ્થાના સંશોધકોએ શોધી કાઢ્યુંહતું કે ચોક્કસ માત્રામાં રેડિયેશન પ્રોસ્ટેટ કેન્સરની સારવાર કરી શકે છે. સંશોધકોના મતે, એક મહિનામાં 20 ટૂંકા સત્રોને બદલે, દર્દીને એક કે બે સપ્તાહમાં માત્ર 5 ડોઝ રેડિયેશન આપીને પણ સારવાર કરી શકાય છે.

ટ્રાયલના પ્રમુખ અને કન્સલ્ટન્ટ ક્લિનિકલ ઓન્કોલોજિસ્ટ ડો. એલિસન ટ્રીએ જણાવ્યું હતું કે જો તે સફળ થાય છે, તો પુરુષો તેમની સારવાર લીધા પછી સરળતાથી તેમના સામાન્ય જીવનમાં પાછા આવી શકે છે. અહિયાં સુધી કે તેઓ કેન્સરને સંપૂર્ણપણે ભૂલી શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે આ કેન્સરની સારવારમાં 20 સેશનને ઘટાડીને 2 કરી દેવાથી લાખો પાઉન્ડની બચત થશે એટલું જ નહીં રેડિયોથેરાપી એકમોથી વધુ દર્દીઓની સારવાર પણ કરી શકાશે.

સંશોધકોનું કહેવું છે કે આ નવી ટેકનીકે હળવી આડઅસરો સાથે ખૂબ જ આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે. આ દ્વારા અમે સમજવા માંગતા હતા કે શું અમે સુરક્ષિત રીતે દરરોજ દર્દી પર રેડિએશનની માત્રાવધારી શકીએ છીએ. પ્રોસ્ટેટ કેન્સરની બે રીતે સારવાર કરવામાં આવે છે જેમાં પ્રથમ વિકલ્પ ઓપરેશન હોય છે જેમાં પ્રોસ્ટેટ દૂર કરવામાં આવે છે. જો કે, આ પછી ઘણા પુરુષોને ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને યુરિનરી ડિસફંક્શનની સમસ્યા રહે છે. બીજો સારવાર વિકલ્પ રેડિયોથેરાપી છે જેમાં એક્સ-રે બીમ દ્વારા ટ્યૂમરના કોષોને નષ્ટ કરવામાં આવે છે.

 

Patel Meet