અંબાણીને પણ ફેલ કરી દેશે પ્રિયંકા ચોપરાનો રોયલ અંદાજ, ઇવેન્ટમાં પહેરેલ હીરાના હારની કિંમતનો અંદાજો પણ લગાવવો મુશકેલ

અંબાણીના પણ હોંશ ઉડી જશે- 100-200 કરોડ નહિ પણ આટલા કરોડનો પહેર્યો પ્રિયંકા ચોપરાએ નેકલેસ, જાણો કોમેન્ટ બોક્સમાં

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જેણે સમગ્ર વિશ્વમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે, તે તાજેતરમાં બુલ્ગારીની 140મી વર્ષગાંઠની ઉજવણીમાં જોવા મળી હતી. આ દરમિયાન, તેની સુંદર શૈલીએ ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું. પ્રિયંકા ચોપરા બુલ્ગારીની 140મી એનિવર્સરી પર જ્વેલરી કલેક્શન Eternaના ભવ્ય અનાવરણ માટે રોમ પહોંચી હતી.

આ દરમિયાન અભિનેત્રી બ્લેક સિક્વિન ગાઉનમાં જોવા મળી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરાએ બલ્ગારી નેકલેસ, હીરાની બુટ્ટી અને બ્રેસલેટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ત્યારે હવે અભિનેત્રીના લક્ઝુરિયસ નેકલેસની કિંમતનો ખુલાસો થયો છે, જે જાણીને દરેકને આશ્ચર્ય થશે.

રીપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરાએ 140 કેરેટનો હીરાનો હાર પહેર્યો હતો, જેની કિંમત 300 કરોડ રૂપિયાથી વધુ છે. આ બલ્ગારી બ્રાન્ડનો સૌથી મોંઘો નેકપીસ છે. આ Serpenti Eterna નેકપીસ 20 કેરેટ વજનના 7 પિયર શેપ ડાયમંડ ડ્રોપ સાથે બ્રાન્ડનો સૌથી મોંઘો નેકલેસ બનાવવામાં આવ્યો છે. વોગના રિપોર્ટ અનુસાર આ નેકલેસની કિંમત 358 કરોડ રૂપિયા છે. આ નેકપીસ શ્રેષ્ઠ સુવર્ણકારો દ્વારા 2800 કલાકમાં તૈયાર કરવામાં આવી છે.

ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્પેંટી એટર્ના નેકલેસમાં ચમકી રહી હતી, જે બલ્ગારી જ્વેલર્સની સૌથી કિંમતી કલાકૃતિઓમાંની એક છે. આ અદ્ભુત નેકપીસને બનાવવામાં 2800 કલાક લાગ્યા છે, તસવીરોમાં પ્રિયંકા બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રોપ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. પ્રિયંકાનો નવા શોર્ટ હેર કટ પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પ્રિયંકાએ ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનનાવી ફિલ્મ જી લે ઝરા છોડી દીધી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ ઉપરાંત પ્રિયંકા જ્હોન સીના અને ઇદ્રિસ એલ્બા સ્ટારર હોલીવુડ ફિલ્મ હેડ્સ ઓફ સ્ટેટ અને ફ્રેંક ઇ. ફ્લોવર્સના નિર્દેશનમાં બનનારી હોલીવુડ ફિલ્મ ધ બ્લફનો ભાગ છે. આ સિવાય તે બેરી એવરિચની ડોક્યુમેન્ટ્રી બોર્ન હંગ્રીની કો-પ્રોડ્યુસર પણ છે.

Shah Jina