રેડ અને વ્હાઇટ લહેરીયા સાડીમાં ખૂબસુરત જોવા મળી જાહ્નવી કપૂર, ચાહકો બોલ્યા- ઉફફ…ગજબની સંસ્કારી છે

સ્ટ્રેપી બ્લાઉઝ સાથે લહેરીયા સાડી પહેરી દિલ્લીના રસ્તા પર નીકળી પડી જાહ્નવી કપૂર, બળબળતી ગરમીમાં ચાહકોના દિલ સુધી પહોંચાડી ઠંડક

જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી સતત અલગ અલગ ડ્રેસ અને સાડીમાં જોવા મળી રહી છે, જેમાંથી કેટલાક આઉટફિટ્સ ક્રિકેટથી પ્રેરિત પણ હોય છે. તાજેતરમાં, અભિનેત્રી રેડ અને વ્હાઇટ કોમ્બિનેશન સાડી પહેરીને એક ઇવેન્ટમાં પહોંચી હતી.

તેનો આ લુક જોઈને તો તાપમાન પણ વધી ગયું હતું. જાહ્નવી કપૂર ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ એવી લાલ અને સફેદ કોમ્બિનેશન સાડી પહેરી હતી કે દરેક વ્યક્તિ તેના લુકના ચાહક બની ગયા હતા. આ સાડી સાથે એક્ટ્રેસે જે બ્લાઉઝ કેરી કર્યો હતો તે પણ વાયરલ થઇ ગયો હતો.

લુકને કંપલીટ કરવા અભિનેત્રીએ મરૂન ઇયરિંગ્સ પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ક્યારેક તે સાડીના પલ્લુને હવામાં લહેરાવી પોઝ આપતી તો ક્યારેક દિલ્હીના ઇન્ડિયા ગેટ સામે પોઝ આપતી જોવા મળી રહી હતી. જણાવી દઇએ કે, જાહ્વવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો તેમજ વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે.

ચાહકો પણ તેના દરેક લુકને લાઈક અને કોમેન્ટ કરતા થાકતા નથી. જો કે, હાલની રેડ અને વ્હાઇટ સાડી વાળી તસવીરો જોયા પથી તો ચાહકો તેના એક્ટ્રેસના દીવાના થઇ ગયા છે. એકે લખ્યું- તમે ગજબ સંસ્કારી છો. તો બીજાએ લખ્યું- તમે ખૂબ જ સુંદર છો. ફિલ્મની વાત કરીએ તો, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ આ મહિનાની 31મી તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Shah Jina